વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો આ ૧૦૫મો એપિસોડ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચંદ્રયાન-૩ની સફળતાએ દરેક ભારતીયની ખુશી બમણી કરી દીધી છે. ય્૨૦માં આફ્રિકન યુનિયનનો સમાવેશ કરીને ભારતે પોતાની કૂટનીતિ સાબિત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે હવે ય્૨૦ યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. જેનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લેશે. વિશ્વ પ્રવાસન દિવસઃ કેટલાક લોકો પર્યટનને માત્ર જાેવાલાયક સ્થળો તરીકે જ જુએ છે. તે રોજગાર સાથે પણ સંબંધિત છે. પ્રવાસન ક્ષેત્ર મહત્તમ રોજગારીનું સર્જન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત તરફનું આકર્ષણ વધ્યું છે. ય્૨૦ ની સફળતા પર ઁસ્ એ કહ્યું કે વિદેશી નેતાઓ ભારતની વિવિધતા, તેની જીવનશૈલી અને આપણી ખાણીપીણીની આદતો, આપણા વારસાથી પરિચિત થયા. ય્૨૦ પછી પ્રવાસન વધુ વિસ્તરશે.
તાજેતરના દિવસોમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રયાન-૩, મહિલા આરક્ષણ અને ય્૨૦ સમિટ વિશે સતત વાત કરી રહ્યા છે. તાજેતરમાં જ સંસદના પાંચ દિવસીય સત્રમાં મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ હજુ રાષ્ટ્રપતિની મંજૂરી માટે બાકી છે. આ દરમિયાન પીએમ મોદી પણ મહિલા સાંસદો સાથે જાેવા મળ્યા હતા અને સરકાર દ્વારા તેમના પક્ષમાં કરવામાં આવેલા કામ માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીની મન કી બાત ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન, પીએમ ઓફિસ, આઈટી મંત્રાલય, ભાજપના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સ, યુટ્યુબ અને પીએમ મોદીની વ્યક્તિગત યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થાય છે. મન કી બાત કાર્યક્રમ ઁસ્ મોદીના ફેસબુક પેજ પર પ્રસારિત થાય છે. તમે પીએમના ફેસબુક પેજ પર પણ સાંભળી શકો છો.


















Recent Comments