ભારત ની પ્રાચીન ભવ્ય અને દિવ્ય વિરાસત ની ઘર વાપસી માટે ગર્વ આનંદની ક્ષણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અમેરિકન પ્રવાસની એક આ પણ બહુ મોટી ઉપલબ્ધિ છે કે ભારતનો પ્રાચીન વારસો ભારત પાછો આવી રહ્યો છે.અમેરિકાથી ૧૫૭ ભારતીય કલાકૃતિઓ અને પ્રાચીન અવશેષો ભારત પાછા લેતા આવશે. એમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન મૂર્તિઓનો સમાવેશ છે.આ ૧૫૭ ચીજવસ્તુઓની યાદીમાં ઇ.સ ૧૦ મી સદીની અડદિયા પત્થરમાં રેવાન્તાની દોઢ મીટરની બાસ રીલિફ પેનલથી લઈને ઇ.સ. ૧૨ મી સદીની ૮.૫ મીટર ઊંચી કાંસ્યની નટરાજની પ્રતિમા સામેલ છે. આ ચીજવસ્તુઓમાંથી મુખ્યત્વે ઇ.સ. ૧૧મી સદીથી ઇ.સ. ૧૪ મી સદીના ગાળાની છે તેમજ ઇ.સ. પૂર્વે ૨૦૦૦ ની તાંબાની માનવાકૃતિઓ કે ઇ.સ. બીજી સદીમાંથી માટીની મૂર્તિઓ જેવી ઐતિહાસિક કળાકૃતિઓ છે. આશરે ૪૫ પ્રાચીન ચીજવસ્તુઓનો સંબંધ ઇ.સ. પૂર્વેના યુગ સાથે સંબંધિત છે.જ્યારે અડધોઅડધ કળાકૃતિઓ (૭૧) સાંસ્કૃતિક છે,
તો અન્ય કૃળાકૃતિઓ પ્રતિમાઓની છે, જે હિંદુ (૬૦), બૌદ્ધ (૧૬) અને જૈન (૯) સાથે સંબંધિત છે.આ કળાકૃતિઓ ધાતુઓ, પત્થર અને માટીની છે. કાંસ્ય કળાકૃતિઓમાં મુખ્યત્વે લક્ષ્મી નારાયણ, બુદ્ધ, વિષ્ણુ, શિવ પાર્વતી અને ૨૪ જૈન તીર્થંકરની સુપ્રસિદ્ધ મુદ્રા ધરાવતી અલંકૃત પ્રતિમાઓ તેમજ ઓછી જાણીતી કંકાલમૂર્તિ, બ્રાહ્મી અને નંદીકેશની પ્રતિમાઓ સામેલ છે.ઉપરાંત અન્ય દેવીદેવતાઓ અને દૈવી પ્રતિમાઓ સામેલ છે.આ કળાકૃતિઓમાં વિવિધ પ્રતિક જોવા મળે છે, જેમાં હિંદુ દેવીદેવતાઓ સાથે સંબંધિત ધાર્મિક પ્રતિકો (ત્રણ શિશ ધરાવતા બ્રહ્મા, રથ પર સવાર સૂર્ય, વિષ્ણુ અને તેમના અર્ધાંગિની, દક્ષિણમૂર્તિ તરીકે શિવ, નૃત્ય કરતા ગણેશ વગેરે), બૌદ્ધ સંપ્રદાય સાથે સંબંધિત છાપો (ઊભા બુદ્ધ, બોધિસત્વ મંજૂશ્રી, તારા) અને જૈન ધર્મ સાથે સંબંધિત વિવિધ પ્રતિકો (જૈન તીર્થંકર, પહ્માસનમાં તીર્થકર, જૈન ચૌબિસી) તેમજ અન્ય પ્રતિક (સમભંગમાં અનાકાર દંપતિ, ચૌરી વાહક, ડ્રમ વગાડતી મહિલા વગેરે) સામેલ છે.
એમાં ૫૬ માટીની મૂર્તિઓ (વાસ ઇ.સ. બીજી સદી, ઇ.સ. ૧૨ મી સદીના હરણની જોડી, ઇ.સ. ૧૪ મી સદીની મહિલાની અર્ધપ્રતિમા અને ઇ.સ. ૧૮ મી સદીની મ્યાન સાથેની તલવાર, જેમાં ફારસી ભાષામાંગુરુ હરગોવિંદ સિંઘનાં નામનો ઉલ્લેખ ધરાવતી મ્યાન સાથેની તલવાર સામેલ છે.આ દુનિયાભરમાંથી પ્રાચીન કળાકૃતિઓ અને ચીજવસ્તુઓ પરત લાવવાના મોદી સરકારના પ્રયાસોનો ભાગ છે.૨૦૦૪ થી ૨૦૧૪ ની વચ્ચે માત્ર ૧ પ્રાચીન કલાકૃતિ ભારત પરત આવી હતી. ૨૦૧૪ થી ૨૦૨૧ વચ્ચે ૨૦૦ થી વધુ પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓ પરત આવી અથવા પરત કરવાની પ્રક્રિયામાં છે .. !! ૧૯૭૬ થી ૨૦૧૩ ની વચ્ચે, આવી માત્ર ૧૩ પ્રાચીન વસ્તુઓ પરત કરવામાં આવી હતી .. !!ઉલ્લેખનીય છે કે નેશનલ ગેલેરી ઓસ્ટ્રેલિયાએ ભારતમાંથી ચોરાયેલી $ ૨.૨ મિલિયન આર્ટવર્ક પરત કરવાની જાહેર કરી છે. ભારતના સાંસ્કૃતિક વારસા પર જેને ગર્વ હોય અને ઇચ્છા શક્તિ હોય તો જ આ સંભવ બને!
Recent Comments