રાષ્ટ્રીય

ભારત સરકારે અમેરિકા પાસેથી પ્રિડેટર ડ્રોન ખરીદવાનો ર્નિણય કર્યો, કરાર પર હસ્તાક્ષર કર્યા

પ્રિડેટર ડ્રોન ખૂબ જ શક્તિશાળી છે, આ ડ્રોન ભારતની ત્રણેય સેનાઓની દેખરેખ ક્ષમતામાં વધારો કરશેભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. સરકાર અમેરિકા પાસેથી પ્રિડેટર ડ્રોન ખરીદવા જઈ રહી છે. જાે આ ડ્રોનને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવે તો સેનાની ફાયરપાવર વધી જશે. મંગળવારે, બંને દેશોએ આ સંબંધિત ડીલ પર હસ્તાક્ષર કર્યા. ગયા અઠવાડિયે જ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (ઝ્રઝ્રજી)એ આને મંજૂરી આપી હતી. પ્રિડેટર ડ્રોન ખૂબ જ શક્તિશાળી છે. તેનો ઉપયોગ મુખ્યત્વે સર્વેલન્સ, ગુપ્ત માહિતી એકત્ર કરવા અને હુમલા માટે થાય છે. પ્રિડેટર ડ્રોન ભારતની ત્રણેય સેનાઓની દેખરેખ ક્ષમતા વધારશે. અહેવાલો અનુસાર, આ ડીલની કુલ કિંમત લગભગ ૩૨,૦૦૦ કરોડ રૂપિયા છે.

પ્રિડેટર ડ્રોનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈપણ અવાજ કર્યા વિના કામ કરી શકે છે અને ૨૫૦ મીટરની ઉંચાઈ પર ઉડી શકે છે, જેના કારણે લક્ષ્યને તેના વિશે કોઈ ખ્યાલ નથી. તે ૫૦,૦૦૦ ફૂટથી વધુની ઊંચાઈએ ઉડી શકે છે અને તેની મહત્તમ ઝડપ ૪૪૨ કિમી પ્રતિ કલાક છે. આ ડ્રોન સરહદની દેખરેખ, જાસૂસી અને હુમલા માટે ઉપયોગી છે અને તે હવાથી હવામાં અને હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલોથી સજ્જ થઈ શકે છે. સ્ઊ-૯મ્ પ્રિડેટર ડ્રોન ૧,૭૦૦ કિલોગ્રામના ટેકઓફ વજન સાથે ટેકઓફ કરી શકે છે, જેમાં ૪ મિસાઈલ અને લગભગ ૪૫૦ કિલો બોમ્બનો સમાવેશ થાય છે અને તેની રેન્જ ૩,૨૧૮ કિમી છે. તે ૩૫ કલાક સુધી સતત ઉડી શકે છે.

સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ ગયા અઠવાડિયે ખરીદીને મંજૂરી આપી હતી. ૩૧ ડ્રોનમાંથી, ૧૫ ભારતીય નૌકાદળને ફાળવવામાં આવશે, જ્યારે બાકીના ડ્રોન એરફોર્સ અને આર્મી વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. અહેવાલો અનુસાર, આર્મી અને એરફોર્સને ૧૫-૧૫ ડ્રોન આપવામાં આવશે. ભારત ચાર સંભવિત સ્થળોએ ડ્રોન તૈનાત કરશે, જેમાં ચેન્નાઈ નજીક ૈંદ્ગજી રાજલી, ગુજરાતમાં પોરબંદર, સરસાવા અને ઉત્તર પ્રદેશમાં ગોરખપુરનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિક અભ્યાસ બાદ દળો દ્વારા નક્કી કરાયેલ સંખ્યા સાથે ભારતીય સેના તેમને તૈનાત કરશે.

Related Posts