અમરેલી

ભારત સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગુરુકુળ સાવરકુંડલા નાં વિદ્યાર્થીઓનું સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સન્માન

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ હેઠળ ગુરુકુળ ના વિદ્યાર્થીઓ નેશનલ લેવલે અલગ અલગ રમત ગમત ક્ષેત્રે સાવરકુંડલા નું નામ રોશન કરતાં સાવરકુંડલા નાં સત્તાધીશો દ્વારા દરેક વિધાર્થીઓ તથા ગુરુકુળ શાળાના રમત ગમત નાં કોચ તરીકે કાર્યશીલ ઉત્સાહી શિક્ષક દિપકભાઈ વાળા, ઝાલા ભાઈ તથા વેકરીયા ભાઈ નું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ. આં કાર્યક્રમમાં સાવરકુંડલા નાં  ઉત્સાહી કાર્યશીલ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, શરદભાઈ પંડ્યા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઇ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરણી, પૂર્વ પ્રમુખ રાજુભાઇ દોશી, અશોકભાઇ ખુમાણ, કિશોરભાઈ બુહા, ચિફ ઓફિસર બોરડ, સદસ્ય અશોકભાઈ, હેમાંગભાઇ ગઢીયા તથા તમામ કાઉન્સિલર તેમજ જેસર રોડ ગુરુકુળનાં કૌશિકભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહી દરેક વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Related Posts