સૌરાષ્ટ - કચ્છ

ભારત સેવક સમાજ દ્વારા ગુજરાત ના સરેશ માંગકીયાને ‘ કર્મશ્રી ‘ એવોર્ડ અર્પણ

ભારત સેવક સમાજ આજ થી સાત દાયકા પૂર્વે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સમાજના અમુક વર્ગને ખાસ કરીને ચુસ્ત ગાંધીવાદી સમુહને સટ્રીય રાજકારણમાં રસ ન હતો , છતા રાષ્ટ્રની વિકાસની કેડી કંડારવામા સહભાગી થવા તેમની તીવ્ર ઉત્કંઠા હતી . સમાજના વિવિધ કલ્યાણકારી યોજનામાં જોડાય તેવી કોઈ બિનરાજકીય અને બિનસરકારી સંસ્થા હોય એવો વિચાર ભારત રત્ન સ્વ.ગુલઝારીલાલ નંદાના મનમા ઘુમતો હતો અને તે વિચારને અમલમા મૂકી ને સ્વ.પંડિત જવાહરલાલ નહેરૂ અને ભારતરત્ન સ્વ.ગુલઝારીલાલ એ ‘ ‘ ભારત સેવક સમાજ”ના નામથી ભારતભરમાં કાર્ય કરી શકે એવી સંસ્થાના બીજ રોપ્યા અને જીવનપર્યંત તેના પ્રમુખ પદે રહી સંસ્થાને માર્ગદર્શન આપતા રહયા આજથી બરાબર ૭૦ સિત્તેર વર્ષ પહેલા તા .૧૨ / ૮ / ૧૯૫૨ ના રોજ ભારતની લોકસભા મા ખરડો પસાર કરી ભારત સેવક સમાજ ની સ્થાપના થઈ અને ત્યારબાદ ૧૯૫૩ માં સ્વ.રાવજીભાઈ ના નેતૃત્વ હેઠળ ગુજરાત શાખાનો પ્રારંભ થયો .

સંસ્થાના મુખ્ય ઉદ્દેશો : સંસ્થાના મુળ ઉદેશોમા દેશની આર્થિક તથા સામાજીક પ્રગતિમાં દેશના નાગરીકો સ્વેચ્છાએ પોતાના સમય – સાધન અને શકિતનો ઉપયોગ કરે તેવી પ્રવૃતિ હાથ ધરવી . ભારતના નાગરીકો માટે સ્વૈચ્છિક સેવાના ક્ષેત્રો શોધવા અને વિકસાવવા . રાષ્ટ્રીય આત્મનિર્ભરતા કેળવણી અને સામાજીક આર્થિક વિકાસ માટે સર્વાંગી પ્રયાસ કરવા . સમાજના દબાયેલા કચડાયેલા સમુદાયના કલ્યાણ માટે કાર્યો કરવા . આવા વિવિધલક્ષી હેતુઓના અમલીકરણ માટે દેશભરમા ભારત સેવક સમાજની પ્રવૃતિ ધમધમે છે .

આ સંસ્થા ધ્વારા થતી મુખ્ય પ્રવૃત્તિઓમા સંસ્કાર કેન્દ્ર , યુવકો માટે પ્રવૃતિઓ , મહીલાઓ માટે પ્રવૃતિઓ , રોજગાર માટે પ્રવૃત્તિઓ , સાંસ્કૃતિક કાર્યક્રમો , સમાજીક કાર્યક્રમો , શૈક્ષણિક પ્રવૃતિઓ , યુથ હોસ્ટેલ સુવિધા , શિબીરો , વ્યાખ્યાનો , યોગ કેન્દ્ર , આરોગ્ય કેન્દ્ર , રાહત કાર્યો , ૨ કતદાન , ચક્ષુદાન , વગેરે જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામા આવી રહી છે જેમા શ્રમિક બહેનો માટે સિવણ કલાસ , વિવિધ યોજનાઓ જેવી કે જનધન ખાતા , વીમા યોજના , પેન્શન યોજના વગેરેની માહીતી તેમજ ખાતા ખોલાવી આપવા , શિબીરો , કથ્થક નૃત્ય માટે કલાસ , યુવકો માટે શિબીરો સરકારી યોજનાઓનો લાભ , સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે આ ઉપરાંત આરોગ્ય ને લગતા કાર્યોમા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સાયકલ , બ્લડ ડોનેશન કેમ્પ અને ડાયાબિટીસના દર્દી માટે બ્લડ સુગર કેમ્પ વગેરે કાર્યો કરવામા આવી રહયા છે

આવી લોકોપયોગી સંસ્થાનો આજે સ્થાપના દિવસ છે ત્યારે સમગ્ર દેશમાથી વિવિધ ક્ષેત્ર મા સેવાકીય પ્રવૃતિ કરતા વ્યકિતઓને ભારત સેવક સમાજ ની સેન્ટ્રલ ઓફીસ સ્ટેઈન ઓડીટોરીયમ , ઇન્ડી હેબિટેટ સેન્ટર ગેટ નં .૩ વર્ધમાન માર્ગ , લોધી રોડ ન્યુ દીલ્હી ખાતે ” કર્મશ્રી ” એવોર્ડ અર્પણ કરી સન્માનીત કરવામા આવ્યા હતા . ગુજરાત માથી ભાવનગર ના સુરેશ માંગુકીયા ને વિવિધ સામાજીક સેવાઓ અને શૈક્ષણીક પ્રવૃતિ બદલ ‘ કર્મશ્રી ‘ એવોર્ડ થી સન્માનીત કરાયા છે . અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશમાંગુકીયા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સૌરાષ્ટ્ર ઝોનનામિડીયા કન્વીનર ની જવાબદારી હાલ નિભાવે છે અને છેલ્લા બાવીસ વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે

તેઓ એ અત્યાર સુધી મા લગભગ પાત્રિસ હજાર વિધાર્થીઓનુ શિક્ષણ કાર્ય કર્યુ છે અને તેમના વિધાર્થીઓમાથી લગભગ આશરે ચાર હજાર વિધાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુકયા છે.તેમની સંસ્થામા રોજગારી મળી રહે તેવા જ અભ્યાસકૂમો ચલાવવામા આવે છે આ સમારંભ મા શ્રી રાજેશ અગ્રવાલ ( ભારત સરકારના સચિવ , કૈારલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર ) શ્રી એમ.એમ હસન ( ચેરમેન , જનશ્રી માઈક્રોફીન લિમીટેડ ) ડો.અનિલ સહસ્ત્રબુદ્ધે ( ચેરમેન AICTE ) શ્રી સંજય શિવનાની ( હેડ – વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ – ABRL અને સહ અધ્યક્ષ FICCI કૈાશલ્ય વિકાસ સમિતી ) ખાસ ઉપસ્થિત રહયા હતા સંસ્થાના વાઈસ ચેરમેન શ્રી એસ . એ . જી . મોયસન જી એ સ્વાગત પ્રવચન કર્યુ હતુ તેમજ ભારત સેવક સમાજ ના ચેરમેન શ્રી બી.એસ.બાલાચંદુન જી એ ખાસ આભાર વ્યકત કર્યો હતો .

Related Posts