ભારત હથિયારો ખરીદનારમાંથી વેચનારો દેશ બન્યો: વડાપ્રધાન
ઉત્તર પ્રદેશમાં ઝાંસીમાં એક કાર્યક્રમમાં મોદીએ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએચ)ને એરફોર્સના વડાને સોપ્યું હતું. હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. (એચએએલ) દ્વારા આ એરક્રાફ્ટ વિકસાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઇન્ડિયા સ્ટાર્ટ્સ અપ દ્વારા વિકસાવાયેલા ડ્રોન્સ અને યુએવીને સૈન્ય વડાને સોપ્યું હતું. જ્યારે મોદીએ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ. દ્વારા તૈયાર કરાયેલા એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટને નેવી ચીફને સોપ્યું હતું. આ કાર્યક્રમને સંબોધતા મોદીએ દાવો કર્યો હતો કે ભારતની એક સમયે એવી ઓળખ હતી કે તે હિથયારોની ખરીદી કરનારો દેશ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અગાઉ ભારત સુરક્ષા માટે હિથયારોની ખરીદી કરતો હતો જાેકે હવે તે હિથયારોનું ઉત્પાદન કરીને તેને વેચનારો દેશ બની ગયો છે. સાથે જ મોદીએ મેક ઇન ઇન્ડિયા સુત્રને પણ યાદ કર્યુ હતું.
Recent Comments