રાષ્ટ્રીય

ભારત ૨૦ હજાર મેટ્રિક ટન ઘઉં અફઘાનિસ્તાન મોકલશે પણ… આ ના રૂટનો ઉપયોગ નહીં થાય

ભારતે ેંદ્ગફહ્લઁ સાથે ભાગીદારીમાં અફઘાનિસ્તાનને ૨૦ હજાર મેટ્રિક ટન ઘઉંની સહાયની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાન પર ઈન્ડિયા સેન્ટ્રલ એશિયા જાેઈન્ટ વર્કિંગ ગ્રૂપ (ત્નઉય્)ની પ્રથમ બેઠક બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ મદદ કાબુલને પાકિસ્તાન દ્વારા નહીં પરંતુ ઈરાનના ચાબહાર પોર્ટ દ્વારા આપવામાં આવશે. વાસ્તવમાં, ભારત અને પાંચ મધ્ય એશિયાઈ દેશોએ મંગળવારે (માર્ચ ૦૭) આતંકવાદ અને ઉગ્રવાદના પ્રાદેશિક જાેખમોનો સંયુક્ત રીતે સામનો કરવાના માર્ગો પર ચર્ચા કરી.

આ દરમિયાન એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતો કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદી તાલીમ માટે કે આવી કોઈપણ પ્રવૃત્તિની યોજના માટે ન થવો જાેઈએ. દરમિયાન એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે અફઘાનિસ્તાનને મદદ કરનાર ઘઉંનો માલ પાકિસ્તાનથી નહીં પરંતુ ઈરાન મારફતે મોકલવામાં આવશે. બેઠકમાં, ભારતે જાહેરાત કરી છે કે તે ઈરાનના ચાબહાર પોર્ટ દ્વારા અફઘાનિસ્તાનને સહાય તરીકે ૨૦,૦૦૦ ટન ઘઉંની સપ્લાય કરવા માટે યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ઉહ્લઁ) સાથે ભાગીદારીમાં કામ કરશે.

અગાઉ, ભારતે પાકિસ્તાન દ્વારા રોડ માર્ગે આશરે ૪૦,૦૦૦ ટન ઘઉંની સપ્લાય કરી છે, પરંતુ તેને ઘણી અડચણોનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠકમાં ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝ્‌બેકિસ્તાનના વિશેષ દૂતો અને સીનિયર અધિકારીઓએ ભાગ લીધો. ઉહ્લઁ અને યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ્સ (યુએનઓડીસી) ના દેશોના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો હતો.

Related Posts