ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ પ્રોહિબીશનના વેચાણ , સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરી , કડક કાર્યવાહી કરવા ભાવનગર રેન્જ હેઠળ આવતા ત્રણેય જિલ્લાઓના પોલીસ દળને જરૂરી સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લા પોલીસને દારૂની બદી દુર કરવા તથા દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમની પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ.એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમ આજ રોજ તા .૩૦ / ૦૧ / ૨૦૨૩ ના શરૂ રાત્રીના બાતમી રાહે હકીકત મળેલ કે , એક ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી વડીયા તરફથી બગસરા તરફ આવનાર છે . જે બાતમી હકિકત અન્વયે વોચ ગોઠવી બગસરા , બાયપાસ કળશ ચોકડી પાસેથી બાતમી હકિકત વાળો ટ્રક પકડી પાડી , ટૂંકમાં અનાજ ભરેલ બાચકાઓની આડશમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થાની હેરફેર કરતા બે ઇસમોને પકડી પાડી , આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી. પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .
→ પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) વરજાંગ કાંધાભાઇમોરી , ઉ.વ .૨૮ , રહે.જુનાગઢ , સંજયનગર , ગ્રોફેટ મીલની બાજુમાં તા.જિ.જુનાગઢ . ( ૨ ) જયસુખ ઉર્ફે હસુ ઉર્ફે અશ્વિન દેવજીભાઇ વાઘેલા , ઉ.વ .૪૧ , રહે.જાંબુડી , તા.વિસાવદર , જિ.જુનાગઢ .
→ પકડવાના બાકી આરોપીઓઃ ( ૧ ) ધીરેન અમૃતલાલ કારીયા , રહે.જુનાગઢ ( ૨ ) મુનાભાઇ રહે.જુનાગઢ . ( ૩ ) લાખાભાઇ રબારી , રહે.જુનાગઢ .
પકડાયેલ મુદ્દામાલઃ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ – ૪૦૨૦ ( કુલ પેટી નંગ ૩૩૫ ) કુલ કિ.રૂ .૧૮,૮૦,૩૪૦ / – તથા મોબાઇલ ફોન નંગ – ૨ કિ.રૂ .૧૦,૦૦૦ / – તથા આડશ માટે ઉપયોગમાં લીધેલ અનાજના બાચકા નંગ – ૨૬૨ કિ.રૂ .૧,૩૧,૦૦૦ / – તથા તાડપત્રી – ૧ કિં.રૂ .૫૦૦ / – તથા ટાટા ટ્રક રજી . નંબર GJ – 04 – X – 5856 કિ.રૂ .૧૩,૦૦,૦૦૦ / – મળી કુલ કિં.રૂ .૩૩,૨૧,૮૪૦ / -નો મુદ્દામાલ .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સવરૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ , જીગ્નેશભાઈ અમરેલીયા , જાવેદભાઇ ચૌહાણ , તથા હેડ કોન્સ . રાહુલભાઇ ચાવડા , સુખદેવભાઇ ગોંડલીયા , તથા પો.કોન્સ . શિવરાજભાઇ વાળા , મહેશભાઇ મુંધવા , સલીમભાઇ ભટ્ટી , તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments