અમરેલી

ભારે વરસાદથી અસરગ્રસ્ત હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે દિશાનિર્દેશ

 ભારે વરસાદથી અસરગ્રસ્ત હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે રાજય સરકાર દ્વારા દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા થોડાં દિવસો પૂર્વે થયેલા વરસાદથી અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામત કામગીરી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે. વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓના મરામત પ્રક્રિયા પૂરજોશમાં શરુ છે.અમરેલી જિલ્લા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગના અહેવાલ મુજબ, સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં વરસાદે વિરામ લેતા, જિલ્લામાં વાતાવરણમાં પૂર્વરત સ્થિતિ હતી, તે ધ્યાને લઇ માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના વિવિધ રસ્તા પર પેચની કામગીરી શરુ કરવામાં આવી છે.

આસ્ફાલ્ટ દ્વારા મેન્યુઅલ પેચ તેમજ મેટલ પેચ કરીને મરામતની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન રાજય હસ્તકના વિવિધ માર્ગની આજુબાજુમાં ઊગી નીકળેલી વણઉપયોગી વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાના કારણે સાંકડા થયેલા રસ્તાઓ પરથી વણઉપયોગી વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાને જેસીબીના ઉપયોગથી દૂર કરી રસ્તાઓને ફરી પુનર્વત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.હાલમાં અમરેલી-કુંકાવાવ સ્ટેટ હાઇવે, સાવરકુંડલા શહેર વિસ્તાર, રાજકોટ-ભાવનગર રોડ, અમરેલી-ધારી રોડ અને એમ.ડી.આર. રોડમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવી છે, જે બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં થશે.

Related Posts