મુંબઈમાં ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ શુક્રવાર સવાર સુધી યથાવત રહ્યો હતો. વડાલા, સાયન અને ગાંધી માર્કેટ સહિત અનેક નીચલા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાય ગયા. ભારે વરસાદને પગલે મ્સ્ઝ્રએ બસોના રૂટ બદલી નાખ્યા છે. હાર્બર લાઈન પર ચાલતી લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે. એરપોર્ટના રનવે પર પણ પાણી ભરાય ગયા છે. જાે કે હજુ સુધી વિમાની સેવા પર કોઈ ખાસ અસર પડી નથી. મુંબઈ ઉપરાંત થાણે અને રાયગઢમાં પણ હવામાન વિભાગે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ જાેતા પુણેથી દ્ગડ્ઢઇહ્લની ત્રણ ટીમને મુંબઈ શિફ્ટ કરવામાં આવી છે. સેન્ટ્રલ રેલવાના ઝ્રઁઇર્ં શિવાજી સુતારે જણાવ્યું કે ભારે વરસાદને પગલે તમામ કોરિડોર ટ્રેન મોડી ચાલી રહી છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની સાથે જ હવે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ ભારે જામ જાેવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે દહિંસર ચેક નાકા પર પણ લાંબો ટ્રાફિક જામ જાેવા મળી રહ્યો છે, તો હવામાન વિભાગ મુજબ આજે દિવસભર વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થશે.
હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કરીને મુંબઇ અને એનાં ઉપનગરોમાં આગળના ૨૪ કલાકમાં વરસાદની આગાહી કરી છે. મુંબઇમાં ભારે વરસાદને લીધે ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઇ ગયું છે. ચોમાસામાં હંમેશાં મુંબઇ જળમગ્ન થઇ જાય છે. મ્સ્ઝ્રએ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની ચેતાવણી આપી છે.
મુંબઈમાં ૧ જૂનથી અત્યારસુધી ૧૨૯૧.૮ મિલીમીટર વરસાદ થયો છે, જે સામાન્યથી ૪૮% વધુ છે. છેલ્લા એક અઠવાડિયામાં જ મુંબઇમાં આશરે ૩૦૨ મિમી વરસાદ થયો, જે સામાન્યથી ૭૭% વધારે છે.
Recent Comments