ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા સ્થગિત
દેશમાં ચોમાસુ સક્રિય થઈ ગયુ છે. ત્યારે વરસાદના કારણે દિલ્હી મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ જાેવા મળી રહ્યો છે. તે જ સમયે હવે ઉત્તરાખંડમાં પણ ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યુ છે. ત્યારે ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી રૂદ્રપ્રયાગમાં વરસાદને કારણે સુરક્ષા વધારી દેવામાં આવી છે તેમજ વરસાદમાં ખાસ તકેદારી રાખવામાં પણ આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે કેદારનાથ યાત્રા પર પહોંચેલા મુસાફરોને સોનપ્રયાગમાં જ રોકી દેવામાં આવ્યા છે. કેદારનાથમાં ભારે વરસાદ શરુ થતા સુરક્ષાની દૃષ્ટિએ યાત્રાને રોકી દેવામાં આવી છે. કેદારઘાટીમાં સતત વરસાદ પડી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં આવા વરસાદી વાતાવરણ વચ્ચે મુસાફરી ચાલુ રાખવી જાેખમી છે ત્યારે ઉત્તરાખંડ સીએમ ધામીએ તમામ અધિકારીઓને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે. કેદારનાથ ધામમાં સતત વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને યાત્રાને રોકી દેવામાં આવી છે. રવિવાર સવારથી કેદારનાથ ધામ સહિતના પદયાત્રાના રૂટ પર વરસાદ પડી રહ્યો છે અને કેદારનાથ ધામમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તે જ સમયે, આ વરસાદને જાેતા, મુસાફરોને સલામત સ્થળે અટકાવવામાં આવ્યા છે. ત્યારે હવે હવામાન ચોખ્ખું થશે ત્યારે ફરી પ્રવાસ શરૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ સીએમ પુષ્કર સિંહ ધામીએ ચોમાસાની શરૂઆત અને આગામી કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહીને લઈને એલર્ટ જાહેર કરી દીધુ છે. તેમજ લોકોની સુરક્ષા માટે ફોર્સ પણ અલગથી તૈનાત કરવામાં આવી છે. ત્યારે આ વચ્ચે સીએમએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈને રાજ્યની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે સીએમ ધામીએ ચારધામ ભક્તોને અપડેટેડ હવામાન માહિતી લીધા બાદ જ યાત્રા કરવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ આપત્તિ વ્યવસ્થાપન સચિવ ડો. રણજીતકુમાર સિન્હા સહિત કંટ્રોલરૂમમાં ઉપસ્થિત વિવિધ અધિકારીઓ પાસેથી રાજ્યમાં વરસાદની સ્થિતિ અને તેના કારણે થનારા જળસંગ્રહ અને નુકસાન અંગે માહિતી લીધી હતી. જિલ્લા અધિકારીઓને આપત્તિ રાહત અને બચાવ કામગીરી માટે એલર્ટ કરવામાં આવી છે તેમજ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (જીડ્ઢઇહ્લ) તેમજ આરોગ્ય કર્મચારીઓની પૂરતી વ્યવસ્થા રાખવા ગોઠવામાં આવી છે. તેમજ સીએમએ નદીઓ અને નાળાઓની નજીક રહેતા લોકોને વધુ તકેદારી રાખવા સૂચના આપી હતી.
Recent Comments