fbpx
ગુજરાત

ભારે વરસાદને કારણે અમદાવાદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની ધમધમતી કામગીરી વિરમગામ, ધોળકા અને ધંધુકા તાલુકામાં ૩૦થી વધારે રસ્તાઓ મોટરેબલ કરાયા

સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જાેડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલ નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે વિરમગામ, ધોળકા અને ધંધુકા તાલુકામાં ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે કુલ ૪૨ જેટલા રસ્તાઓને અસર થઈ હતી, જેના પગલે યાતાયાતને પણ અસર થવા પામી હતી. વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાઓને સત્વરે મરામત કરી મોટરરેબલ કરવા કામગીરી હાથ ધરાઈ છે. ૪૨ રસ્તાઓ પૈકી હાલ ૩૦ માર્ગો પર વાહનવ્યવહાર પૂર્વવત્‌ થઈ ગયો છે. આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃ રિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરાઈ છે. આ ઉપરાંત અન્ય ૧૨ જેટલા માર્ગો પણ મરામત કરાયા હોવાનું અમદાવાદ પંચાયત કાર્યપાલક ઇજનેર શ્રી સોમપુરાએ જણાવ્યું છે.

Follow Me:

Related Posts