fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભાવનગરઃ નિવૃત્ત ડીવાયએસપીના પુત્રના સામુહિક આપઘાતનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

નિવૃત્ત ડીવાયએસપી પિતાએ નોંધાવી છે છ શખ્સો સામે ફરિયાદ

૧૬ સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ પોતાની બે દીકરી અને પત્ની સાથે આપઘાત કરી લીધાનો મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલે મૃતકના પિતા દ્વારા છ લોકો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની સામે આરોપીઓએ હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી ફરિયાદ રદ્દ કરવાની માગ કરી છે. સમગ્ર કેસની વિગત એવી છે કે, નિવૃત્ત ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાના દીકરા પૃથ્વીરાજસિંહ જાડેજાએ સપ્ટેમ્બરમાં બે દીકરી અને પત્નીને ગોળી મારી પોતે પણ આપઘાત કરી લીધો હતો.
જે મામલે નરેન્દ્રસિંહ જાડેજાએ ભાવનગરમાંપ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે રણુભા રાણા નામના શખ્સ સાથે પૃથ્વીરાજસિંહ ભાગીદારીમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હતા. જેમાં હિસાબમાં ગોટાળા કરીને મોટી રકમની ગોલમાલ કરી હતી. એટલું જ નહીં, રણુભાએ પોતાના દીકરાની સગાઈ મૃતક પૃથ્વીરાજસિંહની દીકરી સાથે કરાવી મિલકતની વસીયત લખી આપવા પણ દબાણ કર્યું હતું.
રણુભા સાથે તેમની પત્ની તેમજ અન્ય પરિવારજનોએ પણ એકબીજાની મદદગારીથી પૃથ્વીરાજસિંહને આપઘાત કરવા મજબૂર કર્યા હોવાનો નરેન્દ્રસિંહે આક્ષેપ કરતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને રણુભાના પત્નીની હાલ ધરપકડ કરી છે. જ્યારે એક સગીરા અને એક સિનિયર સિટીઝનને આરોપી તરીકે દૂર કરાયા છે. આ મામલે આરોપીઓ દ્વારા કરવામાં આવેલી ક્વોશિંગ પિટિશન પર સુનાવણી કરતા કોર્ટે હાલ બાકીના ત્રણ આરોપીઓ સામે કોઈ સખત પગલા ના લેવા માટે આદેશ કર્યો છે.

Follow Me:

Related Posts