ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં ઘોળીવાવ, કાનાતળાવ, ભડભીડ, કાળાતળાવ નિરમા બ્રાંચ, સવાઇનગર જત વિસ્તાર, નવા કોટડા, ગોકુળપરા તથા મેલકડી ખાતે આવેલ પ્રાથમિક શાળાઓ ખાતે મધ્યાહન ભોજન યોજના ચલાવવા માટે સંચાલકોની જગ્યાઓ ભરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ ૭ પાસ તથા ૨૦ થી ૫૫ વર્ષ વચ્ચેની ઉમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી તા.૦૫/૦૩/૨૦૨૩ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવે છે. વિધવા, નિરાધાર મહિલાઓ, અપંગ તથા સ્થાનિકને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સંચાલકોનાં અરજી ફોર્મ જાહેર રજાનાં દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, ભાવનગર(ગ્રામ્ય) ખાતેથી મળી શકશે.
ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

Recent Comments