કોરોના બિમારીના કારણે બંધ કરવામાં આવેલ
ભાવનગરથી ઈશ્વરિયાની બસ હજુ શરુ થઈ નથી ભાવનગરથી ઈશ્વરિયા ગામની બસ કોરોના બિમારીના કારણે બંધ કરવામાં આવી હતી, જે હજુ શરુ થઈ નથી, જે શરુ કરવા માંગ રહેલી છે.
ઈશ્વરિયા ગામથી સિહોર તેમજ ભાવનગર તરફ જવા માટે માત્ર એક જ વિકલ્પ રહેલો છે, તે બસ સુવિધા કેટલાયે સમયથી બંધ રહેલી છે. અગાઉ ભાવનગરથી સવારે, બપોરે તેમજ રાત્રિની બસ સુવિધા રહેલી હતી, જે સત્તાવાળાઓએ બંધ કરી દેતા ગ્રામજનોમાં રોષની લાગણી રહેલી છે.
કોરોના બિમારીના કારણે ભાવનગરથી સવારે આવતી બસ પણ બંધ કરી દેવામાં આવી છે, જે આજે તમામ ગામો અને શહેરોની બસ સુવિધા પ્રારંભ કરી દેવાયેલ હોવા છતાં, આ ગામની બસને હજુ કોરોનના પ્રતિબંધો ચોંટી રહેલા છે અથવા તો આ ગામની બસ શરૂ કરવામાં તંત્રની અકોણાઈ લાગે છે.
ભાવનગરથી સવારે 7-30 વાગે બસ ઉપાડી સિહોર, સોનગઢ, આંબલા થઈ ઈશ્વરિયા પહોંચી આ બસ પરત ભાવનગર પહોંચે તે રીતે સંચાલન થાય તે માંગ રહેલી છે, જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો તેમજ અન્ય ધંધાર્થીઓને અનુકૂળ પડે. તંત્ર વાહકોને સમજાય તો સારું.
ભાવનગરથી ઈશ્વરિયાની બસ હજુ શરુ થઈ નથી

Recent Comments