ભાવનગરનાં કેદખાનામાં યોગ શિબિર ચૈત્ર નવરાત્રી યજ્ઞ
ભાવનગરનાં કેદખાનામાં યોગ શિબિર સાથે ચૈત્ર નવરાત્રી યજ્ઞનો લાભ યોગસેવક કાર્યકર્તાઓ દ્વારા પ્રેરક આયોજન ઈશ્વરિયા મંગળવાર તા.૯-૪-૨૦૨૪ ભાવનગરનાં કેદખાનામાં યોગ શિબિર સાથે ચૈત્ર નવરાત્રી યજ્ઞનો લાભ મળ્યો છે. યોગસેવક કાર્યકર્તાઓ દ્વારા પ્રેરક આયોજન થયું છે. ગુજરાત રાજ્ય યોગ વિભાગ અંતર્ગત થયેલાં આયોજન મુજબ ભાવનગરનાં કેદખાનામાં ૧૦૦ દિવસની યોગ શિબિર યોજાયેલ છે. બંદીવાનોનાં તન મન સ્વસ્થ રહે તે હેતુથી શ્રી રિદ્ધીબેન માંડલિયાના માર્ગદર્શન સાથે યોગસેવક કાર્યકર્તાઓ શ્રી દિલીપભાઈ સોલંકી અને શ્રી રમેશભાઈ ગોહેલ દ્વારા યોગ પ્રાણાયામ સાથે પ્રેરક આયોજન થયું છે. કેદખાનામાં ચૈત્ર માસ નવરાત્રી પ્રસંગે યજ્ઞનો લાભ મળ્યો છે. અહીંયા કેદખાનામાં સ્થાનિક અધિકારી શ્રી જગદીશભાઈ તરાલનાં નેતૃત્વ સાથે શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા અને કાર્યકર્તાઓ જોડાયા છે.
Recent Comments