મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર હેઠળ સી.એન.વી. એક્ટ-૧૯૫૯ અંતર્ગત નોંધાયેલ તમામ જાહેર અને ખાનગી
ક્ષેત્રનાં એકમોએ દર ત્રિમાસિક ધોરણે ઈ.આર.-૧ પત્રકમાં માહિતી ભરી મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર ખાતે કચેરીને નિયત
સમયમર્યાદામાં મોકલવી ફરજિયાત છે. તો સી.એન.વી. એક્ટ અંતર્ગત નોંધાયેલ તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રનાં એકમોએ જૂન-૨૦૨૨
અંતિત માહિતી તા.૩૦/૦૭/૨૦૨૨ સુધીમાં ઈ.આર.-૧પત્રકમાં મોકલી દેવા જણાવવામાં આવે છે. અન્યથા સી.એન.વી. એક્ટ-૧૯૫૯ હેઠળ
કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે
ભાવનગરનાં જાહેર અને ખાનગી ક્ષેત્રનાં એકમોએ ઈ.આર.-૧ પત્રક ૩૦ જુલાઈ સુધીમાં મોકલવાનાં રહેશે

Recent Comments