ભાવનગર

ભાવનગરનાં નિરાધાર વૃધ્ધ સહાય યોજના લાભાર્થીઓએ તા. 30 સપ્ટેમ્બર સુધીમાં હયાતીની ખરાઈ કરવાની રહેશે

ભાવનગર શહેરનાં નિરાધાર વૃધ્ધ સહાય યોજના તથા ઇન્દીરા ગાંઘી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના(વય વંદના)નાં લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, તેઓને આ યોજના હેઠળની સહાય રાજય કક્ષાએથી ડી.બી..ટી.મારફત દર માસે ચુકવવામાં આવે છે, સરકારશ્રીની સુચનાનુસાર આ યોજના હેઠળ સહાય મેળવતા લાભાર્થીઓની હયાતીની ૧૦૦% ચકાસણી દર વર્ષે એકવાર કરવાની થતી હોઇ, ભાવનગર શહેરનાં નિરાઘાર વૃધ્ધ સહાય યોજના તથા ઇન્દીરા ગાંઘી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના(વય વંદના)નાં)નાં લાભાર્થીઓની હયાતીની ખરાઇ કરવા માટે લાભાર્થીઓએ તેઓનાં આઘારકાર્ડની નકલ તથા મોબાઇલ નંબર સાથે આ કચેરીમાં તા.૩૦/૯/૨૦૨૩ સુધીમાં કામકાજનાં ચાલુ દિવસો દરમ્યાન સવારનાં ૧૧-૦૦ કલાક થી સાંજનાં ૫-૦૦ કલાક દરમ્યાન જાતે હાજર રહી, પોતાની હયાતીની ખરાઇ કરાવી લેવા જણાવવામાં આવે છે, કોઇ લાભાર્થી પોતાની હયાતીની ખરાઇ નહી કરાવ્યેથી તેવા લાભાર્થીઓની સહાય સ્થગિત કરવામાં આવશે.વધુમાં આ યોજનાના જે લાભાર્થીઓની સહાય ચાલુ હોય અને કોઇ લાભાર્થીઓનું અવસાન થયેલ હોય તો આવા લાભાર્થીઓનાં કુંટુંબીજનોએ મૃતક લાભાર્થીનાં મરણ પ્રમાણપત્ર સહ અરજી સમાજ સુરક્ષા શાખામાં બીનચુક રજુ કરવા સિટી મામલતદારની યાદીમાં જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts