ભાવનગરનાં મનીષાબેન ખોખર માટે ‘કુંવરબાઈનું મામેરું યોજના’ ખરાં અર્થમાં બની આશિર્વાદ રૂપ
ભાવનગર શહેરની વર્ષા સોસાયટીમાં રહેતાં આદિજાતિ સમાજના મનીષાબેન ખોખર માટે રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરું યોજના’ ખરા અર્થમાં આશિર્વાદ રૂપ નીવડી છે.મનીષાબેન જણાવે છે કે, મારા પરિવારમાં બે ભાઈ, એક બહેન, મમ્મી-પપ્પા સહિત કુલ પાંચ સભ્યો છે. પપ્પાની સતત નાદુરસ્ત તબિયત રહેતી હોવાથી મારા મમ્મી છૂટક મજૂરી કરીને અમારૂં ગુજરાન ચલાવે એટલે આવક કરતાં ખર્ચે વધુ થતો હતો. મારી સગાઈ પછી હરહંમેશ મારા મમ્મી-પપ્પાને સતત ચિંતા રહેતી કે મારા લગ્નના ખર્ચેને કઈ રીતે પહોંચી શકાશે.પરંતુ એવા સમયે અમને માહિતી મળી કે, સરકારશ્રીની ‘કુંવરબાઈ મામેરું યોજના’ થકી રૂ.૧૨ હજારની સહાય મળે છે તેનો જો તમે લાભ લેશો તો તે યોજના ઘણી જ મદદરૂપ બનશે. ત્યારબાદ અમે જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન અરજી કરી અને ટૂંકા સમયગાળામા ભાવનગરનાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમારી અરજી મેજૂર કરીને અમારા ખાતામાં રૂ.૧૨ હજાર જમા કર્યાં જે સહાય અમારા લગ્નમાં ખૂબ જ મદદરૂપ બની, અમારા લગ્ન પાલીતાણા ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં કર્યાં હોવાથી અમારા લગ્નનો ખર્ચ પણ નજીવો થયો હતો.
મનીષાબહેન વધુમાં કહે છે કે, ‘કુંવરબાઈ મામેરું યોજના’નો જે રીતે મે લાભ લીધો છે. તેવી જ રીતે મારી જેવી અનેક બહેનોએ આ યોજનાનો લાભ લીધો છે. આદિજાતી બહેનો માટે ‘કુંવરબાઈનું મામેરું યોજના’ ખુજ જ કલ્યાણકારી યોજના છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અને તેમને આર્થિક મદદ કરવાના હેતુથી ‘કુંવરબાઈનું મામેરું યોજના’ લાંબા સમયથી ચાલી રહી છે. કુવરબાઈનું મામેરું યોજનામાં પરિણીત દીકરીઓને DBT દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે. આ યોજનામાં સહાય રૂ. ૧૨૦૦૦/ હજાર DBT દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજના ખરા અર્થમાં સાર્થક થઇ રહી છે.
Recent Comments