ભાવનગર

ભાવનગરના અલંગ યાર્ડમાં હેરિયેટ શિપને સીઝ કરવામાં આવ્યું

અમેરિકા, ઇ.યુ. દ્વારા ઓપેકના નિયમો તળે પ્રતિબંધિત કરવામાં આવ્યુ હતુ, અને આ જહાજ પર અમેરિકા દ્વારા સેટેલાઇટથી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન મેલોડી જહાજનું નામ અને તેનો આઇએમઓ નંબર બદલાવી અને તેને ભાવનગર નજીક આવેલા અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે વેચી મારવામાં આવ્યુ હતુ. મેલોડીનું નામ હેરિએટ રાખવામાં આવ્યુ અને તેનો આઇએમઓ નંબર ૮૭૧૬૫૧૪ કરી અને તેને કેશ બાયરને વચ્ચે રાખીને અલંગના પ્લોટ નં.૧૧૪- રાજેન્દ્ર શિપબ્રેકર્સ પ્રા. લિ.ને વેચવામાં આવ્યુ હતુ. અને એજન્ટ લોટસડેન શિપિંગ પ્રા.લિ.ની એજન્સીમાં જહાજ ૯મી ડિસેમ્બરે બહારપાણીએ આવી પહોંચ્યુ હતુ. ૧૦મી ડિસેમ્બરે કસ્ટમ્સ દ્વારા બોર્ડિંગ કરવામાંં આવ્યુ, ૧૧મી તારીખે જીપીસીબી દ્વારા ડેસ્કરિવ્યૂ કરવામાં આવ્યુ હતુ. અગાઉથી મળેલી બાતમી અનુસાર ડીઆરઆઇ-જામનગરની ટુકડી તા.૧૨મી ડિસેમ્બરે ભાવનગર આવી અને તુરત જ જહાજ પર ગઇ હતી. ૩૦ કલાકની ઘનિષ્ઠ ચકાસણી, શિપ કેપ્ટનની પુછપરછ, ઉપલબ્ધ દસ્તાવેજાેની ચકાસણી બાદ જહાજને સીઝ કરવામાં આવ્યુ છે, અને જહાજનો નંબર અને હેતૂ સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે. અલંગમાં ભંગાવા માટે આવેલા જહાજ હેરિયેટને ડીઆરઆઇ દ્વારા સીઝ કરવામાં આવ્યા બાદ સોમવારે જામનગર કસ્ટમ્સની પ્રિવેન્ટિવ ટુકડી અને ડીઆરઆઇ સી-ગોલ્ડન અને કોરલ જહાજની પણ ચકાસણી કરવા માટે બહારપાણીએ ગયા હતા. હજુ આ બંને જહાજની તપાસ ચાલુ છે. કોઇપણ જહાજ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવતા હોય છે તેનું અગાઉથી સંબંધિત એજન્ટ દ્વારા ઉપલબ્ધ દસ્તાવેજાેની નકલો સાથે ડિકલેર કરવામાં આવે છે. હેરિએટ જહાજ અલંગમાં આવ્યુ, કસ્ટમ્સ દ્વારા તા.૧૦ ડિસેમ્બરના રોજ બોર્ડિંગ અને રૂમેજીંગ કરવામાં આવ્યુ હતુ, પરંતુ તેઓની નજરમાં કાંઇ આવ્યુ નહીં, અને એક દિવસ બાદ ડીઆરઆઇ દ્વારા જહાજની સંપૂર્ણ ચકાસણી કરી અને સીઝ કરવામાં આવ્યુ.અમેરિકા અને યુરોપીયન યુનિયન (ઇ.યુ.) દ્વારા પ્રતિબંધિત જહાજને તેના નામ, આઇએમઓ નંબર અને જહાજના દસ્તાવેજ સાથે ચેડાં કરી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે વેચવામાં આવતા ડીપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા અલંગ એન્કરેજ પર જહાજને સીઝ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સીરીયામાં સર્જાયેલી અરાજક્તામાં શિપ મેલોડી, આઇએમઓ નં.૮૮૦૦૨૯૮ દ્વારા અલ્બાનીયાના રોમાનો પોર્ટથી સીરીયાના બંદર બનીયાસ સુધી લીક્વીડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) અને ગેસઓઇલ સપ્યાલ કરવામાં આવી રહી હતી.

Related Posts