ભાવનગરના અવાણીયા ગામે ડિસ્ટ્રીક્ટ વેક્સિન સ્ટોરનું ઉદ્ઘાટન કરાયું
૧૫મી ઓગસ્ટ- સ્વતંત્રતા દિવસના રોજ ભાવનગર જિલ્લામાં અવાણીયા ગામ ખાતે આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત, ભાવનગર તાબા હેઠળના ડિસ્ટ્રીક્ટ વેક્સિન સ્ટોરનો ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમારોહ કાર્યક્રમમાં આમંત્રીત મહાનુભાવોશ્રી તથા અધિકારીશ્રીઓનું પુષ્પ દ્વારા સ્વાગત કરાયું હતું. ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રૈયાબેન રૈયાણીની પ્રેરણાદાયી વિશેષ ઉપસ્થીતીમાં ડિસ્ટ્રીક્ટ વેક્સિન સ્ટોરનું ઉદ્ઘાટન તેમના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
આર.સી.એચ. અધિકારીશ્રી ડો. કોકીલાબેન સોલંકી દ્વારા ઉપસ્થીત મહેમાનશ્રીઓને ડિસ્ટ્રીક્ટ વેક્સિન સ્ટોર ખાતે ઉપલબ્ધ તમામ સુવિધા વિષે માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ ઉદ્ઘાટનની સાથે મહાનુભાવશ્રીઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.આ ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમમાં આરોગ્ય સમિતીના ચેરમેનશ્રી અશોકભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી-જિ.પં. ભાવનગર, અવાણીયા ગામના સરપંચશ્રી અને આરોગ્યના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ સાથે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે મહુવા શહેરની આરોગ્ય સેવા વધુ પ્રબળ બનાવવા અને લોકોની સુખાકારીને અનુલક્ષીને શહેરી આરોગ્ય કેન્દ્ર-૩નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ ઉદ્ઘાટનમાં આગેવાનશ્રી આર. સી. મકવાણાના વરદ હસ્તે મહુવા ખાતે શહેરી આરોગ્ય કેન્દ્ર-૩ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ, મહુવા નગરપાલીકાના પ્રમુખશ્રી ચાંદનીબેન મહેતા, મહુવા નાગરિક બેંકના પ્રમુખશ્રી બિપીનભાઈ સંઘવી, એ.પી.એમ.સી.- મહુવાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ પટેલ, મહુવા શહેરના પ્રમુખશ્રી રજનીભાઈ ઠાકર, ઈન્ડયન મેડીકલ અસોસીયેશન- ગુજરાત રાજ્યના પૂર્વ ઉપપ્રમુખશ્રી ડો. જયેશભાઈ શેઠ, મહુવાના પ્રાંત અધિકારીશ્રી ઈશીતાબેન મેર, મહુવાના મામલતદારશ્રી જે.સી. મહેતા, મહુવા નગરપાલીકાના ચિફ ઓફિસરશ્રી નિલકંઠભાઈ અણઘણ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી-મહુવા ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments