ભાવનગરના આડોડિયાવાસમાં વિદેશી દારૂની ૫૧૬ બોટલો સાથે મહિલા સહિત બે ઝડપાયા
ભાવનગરમાં આડોડિયાવાસ વિસ્તારમાં આવેલ પ્રદીપ ઉર્ફે પપ્પુ હર્ષદભાઈ રાઠોડ તથા તેના પત્ની પૂજાબેન તેના રહેણાકી મકાનમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો વેચાણ માટે ઉતાર્યો હોવાની મળેલી બાતમીના આધારે ઘોઘારોડ પોલીસે પ્રદીપ રાઠોડના મકાનમાં દરોડો પાડી મકાનમાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના ફ્રુટી પેક ચપટા નંગ ૪૮૦ તેમજ ૩૬ મોટી બોટલ મળી કુલ રૂ.૬૦,૬૦૦ ની કિંમતના વિદેશી દારૂ સાથે પ્રદીપ રાઠોડ અને પૂજાબેનને ઝડપી લઇ વિદેશી દારૂ, તેમજ ડી.વી.આર. અને વાઇફાઇ મળી કુલ રૂ. ૬૧,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત ઘોઘારોડ પોલીસે આડોડિયાવાસમાં આવેલ જીતેશ ઉર્ફે જાેન્ટી જશુભાઈ પરમારના મકાનમાં દરોડો પાડી છાપરા ઉપર રાખેલ વિદેશી દારૂના ફ્રુટી ટાઈપ ૬ ચપટા અને બિયરની બે પેટી મળી કુલ રૂ. ૧૦,૦૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો, તેમજ આજ વિસ્તારમાં આવેલ અંજનાબેન દીપકભાઈ રાઠોડના મકાનમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી ૧૧ બોટલ કિં. રૂ. ૧,૮૫૦, જયશ્રીબેન સરજુભાઈ પરમારના મકાનમાંથી ફ્રુટી ટાઈપ વિદેશી દારૂના ચપટા નંગ ૦૮, કિં. રૂ. ૮૦૦ તેમજ રામસંગ રતનસંગ રાઠોડના મકાનના છાપરામાંથી બીયરના ૦૪ ટીન અને વિદેશી દારૂની ૦૧ બોટલ કિં. રૂ. ૬૬૦ કબજે કરી હાજર નહીં મળી આવેલ બે મહિલા સહિત ચાર ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી સાથે ધરી હતી.
Recent Comments