સમાજ કલ્યાણ અને સમાજ ના ઉદ્ધારમાં શિક્ષકોની પણ ભૂમિકા હોય છે. એક વિદ્યાર્થીના વિકાસ અને ચરિત્ર નિર્માણમાં જો કોઇનો સૌથી વધુ પ્રભાવ હોય તો તે તેના શિક્ષકનો જ હોય છે. આવાં જ એક શિક્ષક છે ભાવનગરના આર્યકુળ કન્યા વિદ્યાલયના શિક્ષિકા શ્રીમતી ચંદ્રિકાબેન આર. ચૌહાણ, જેમને આ વર્ષે જિલ્લા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ મળવાનો છે.
શ્રીમતી ચંદ્રિકાબેન આર. ચૌહાણ કે જેઓ આર્યકુળ કન્યા વિદ્યાલય, ભાવનગરમાં ધો. ૯ અને ૧૦માં વિજ્ઞાન અને ટેક્નોલોજી નું શિક્ષણ પ્રદાન કરે છે. છેલ્લા ૧૭ વર્ષ થી જે ભગીરથ કાર્ય તેઓ કરી રહ્યા છે તેના પરિણામ સ્વરૂપે તેઓને ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફ થી ૨૦૨૩ શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક થી સન્માનિત કરવામાં આવનાર છે.
શ્રીમતી ચંદ્રિકાબેન આર. ચૌહાણ કે જેઓ આર્યકુળ કન્યા વિદ્યાલય, ભાવનગરમાં મદદનીશ શિક્ષક(માધ્યમિક) તરીકે ની ફરજ નિભાવી રહ્યા છે તેઓ શિક્ષણ જ નહીં પરંતુ બીજા અનેક સમાજ સુધાર અને કલ્યાણ ના કર્યો કરી રહ્યા છે. વ્યસનમુક્તિના સંદેશનો પ્રસાર કરવો, વૃક્ષારોપણ, નવરાત્રિ પર્વ નિમિત્તે નવદુર્ગા સેટ નું વિતરણ, નિબંધ સ્પર્ધાનું આયોજન, બ્લડ ડોનેશન, વૃધાશ્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સેવા સે, પછાત વિસ્તારમાં રક્ષાસૂત્ર બાંધવાનું કાર્ય, કોરોના સમયમાં સરળ ભાષામાં વિજ્ઞાનના વિડીયો બનાવી પ્રચાર કરવો, બોર્ડ ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને હેલ્પલાઇન સેવા માં સહાય કરવી, વિઝ્યુલાઇઝેશન પદ્ધતિથી શિક્ષણ પ્રદાન કરવું જેવા અનેક કાર્ય કરી વર્ગખંડ સુધી જ નહીં પૂરતું સમાજ માં પણ વિશેષ કાર્ય કર્યા છે.
શ્રીમતી ચંદ્રિકાબેન જણાવે છે કે સમાજ માં વિદ્યાર્થીઓને પ્રસ્થાપિત કરવા અને રાષ્ટ્ર નિર્માણ માટે કન્યા શું યોગદાન આપી શકે તેવા અનેક કાર્ય તેમણે કર્યા છે. તેમના મોટાંભાગના વિદ્યાર્થી પછાત વિસ્તાર થી આવે છે, ત્યારે શિક્ષક તરીકે તેમને ઉત્તમ શિક્ષણ આપી ઉન્નત જીવનની રાહ ચીંધે છે. તેમના ઘણાં વિદ્યાર્થીઓ આજે ક્લાસ ૧ અને ૨ અધિકારી બન્યા છે. આવાં પરિણામો જ તેમના જીવનને સાર્થક કરે છે.
જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક થી સન્માનિત થવા જઈ રહ્યા છે ત્યારે તેઓ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ના પદાધિકારીઓ, અધિકારીઓ, ટ્રસ્ટીશ્રી, પ્રમુખશ્રી, આચાર્યશ્રી અને સ્ટાફ ના મિત્રો નો દિલગીર થઇ આભાર વ્યક્ત કરે છે. શિક્ષણ કાર્ય અવિરત પણે ચાલુ રહે અને સમાજ નું નિરંતર કલ્યાણ થાય તેવો તેમનો આ શિક્ષક દિન નિમિત્તે સંદેશ છે.


















Recent Comments