ભાવનગરના એ.એસ.પી. સફીન હસને E-FIR એપ્લિકેશન વિશેની ઉપયોગી જાણકારી આપી
ભાવનગરના એ.એસ.પી. શ્રી સફીન હસને સ્વામિનારાયણ ગુરુકુળ, શામપરા ખાતે આવેલ ગુરુકુળના વિદ્યાર્થીઓને E-FIR એપ્લિકેશન વિશેની ઉપયોગી જાણકારી આપી હતી. પોલીસ તંત્ર દ્વારા પોલીસ સ્ટેશન ગયાં વગર ઓનલાઇન રીતે એપ્લિકેશન કરી શકાય તે માટે આ એપ્લિકેશન વિકસીત કરી છે.
તેનો કઇ રીતે ઉપયોગ કરી શકાય અને તેનાથી થનાર ફાયદા વિશેની સમજણ શ્રી સફિન હસને આપી હતી. ગુરૂકુળના વિદ્યાર્થીઓએ આ વિગતો રસપૂર્વક સાંભળી હતી.તેમણે ગુરુકુળના વિદ્યાર્થીઓને કેવી રીતે કારકિર્દીમાં નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરી શકે તે માટે કેવી રીતે આયોજન કરવું જોઇએ અને કઇ રીતે તે મેળવવાં પ્રયત્ન કરવાં જોઇએ તે વિશેનું ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, વરતેજ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જાડેજા, ભાવનગર કોળી સેનાના શહેર પ્રમુખશ્શ્રી કાળુભાઈ જાંબુચા, તાલુકા પ્રમુખશ્રી પેથાભાઇ આહીર, ભાવનગર જિલ્લાના મહામંત્રીશ્રી ભૂપતભાઈ બારૈયા, કિસાન મોરચા સંઘના મહામંત્રીશ્રી વિનોદભાઈ મકવાણા, જે.જે. ગોપનાથવાળાશ્રી વિષ્ણુભાઈ કામ્બડ, શ્રી રાજેશભાઈ ફાળકી, શ્રી અજયભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments