ભાવનગરના કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળતા આર. કે. મહેતા
ભાવનગરના જિલ્લા કલેક્ટર તરીકે શ્રી આર. કે. મહેતાએ કાર્યભાર સંભાળી લીધો છે. ભાવનગરના કલેક્ટર શ્રી ડી. કે. પારેખની ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ના ઓ. એસ. ડી. (ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટી) તરીકે બદલી થતાં તેમણે નવનિયુક્ત કલેક્ટર શ્રી આર. કે. મહેતાને ચાર્જ સુપ્રત કર્યો હતો.
શ્રી મહેતા એમ. એસ. સી. સુધીનો અભ્યાસ ધરાવે છે અને તેઓ વર્ષ ૨૦૧૧ની બેચના આઈ. એ. એસ. ઓફિસર છે. ભાવનગરના કલેકટર તરીકે પદભાર સાંભળતા પહેલા તેઓ માહિતી નિયામક તરીકે કાર્યરત હતા.
શ્રી મહેતાએ આ અગાઉ પણ સરકારના વિવિધ વિભાગોમાં મહત્વની જવાબદારીઓ સુપેરે નિભાવી છે. માહિતી નિયામક તરીકેના કાર્યકાળ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. શ્રી મહેતા વર્લ્ડ બેન્ક દ્વારા ફાયનાન્સ કરેલ ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પ્રોગ્રામમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે, ભારત સરકારના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન લિમિટેડમાં ડેપ્યુટી ચિફ પ્રોજેક્ટ મેનેજર તરીકે તથા અમદાવાદ શહેરમાં સિટી ડેપ્યુટી કલેક્ટર સહિતની કામગીરી ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં સેવાઓ આપી ચૂક્યા છે. તેમની વહીવટી કુશળતા અને વિભિન્નતા ધરાવતી કામગીરીનો લાભ ભાવનગર જિલ્લાના લોકોને થશે તે નિશ્ચિત છે
Recent Comments