ભાવનગરના કવિ વિનોદ જોશીને પૂ. મોરારી બાપુના વરદ હસ્તે 2021 ના વર્ષનું મનુભાઈ પંચોળી “દર્શક” સાહિત્ય સન્માન અર્પણ થશે

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષ અપાતું મનુભાઈ પંચોલી “દર્શક” સાહિત્ય સન્માન 2021 ના વર્ષ માટે ગુજરાતીના પ્રતિષ્ઠિત કવિ વિનોદ જોશીને આપવાનું જાહેર થયું છે. આ સન્માન તેમને સાવરકુંડલા ખાતે યોજાયેલ એક સમારંભમાં આગામી નવમી જાન્યુઆરીએ પૂ. મોરારી બાપુના વરદ હસ્તે અર્પણ થશે. ભાવનગરના જાણીતા કવિ શ્રી વિનોદ જોશીને આ જ વર્ષે એમના પ્રબંધકાવ્ય માટે “સૈરન્ધ્રી” માટે શ્રેષ્ઠ કવિતાનાં અને વિવેચનસંગ્રહ “નિર્વિવાદ” માટે શ્રેષ્ઠ વિવેચનનાં પારિતોષિકોથી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
Recent Comments