ભાવનગરના કાનપર ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથ આવી પહોંચતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મદદનીશ નિયામક શ્રી ડી.એ. રાણીપા તથા ગ્રામજનો સહભાગી થયા હતા.કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ આપી લાભાન્વિત કરાયાં હતાં
તથા વિવિધ યોજનાના લાભાર્થીઓને પોતાના પ્રતિભાવો રજૂ કર્યાં હતાં. ધરતી કરે પુકારનું નાટ્ય પ્રદર્શન કરી ગ્રામજનોને પ્રાક્રુતિક ખેતી વિશે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સહુને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં નો હેતુ વર્ણવી કોઈ પણ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ લાભ વિના રહી ન જાય તે બદલ બેંકમા ખાતા ખોલવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મદદનીશ નિયામક શ્રી ડી.એ. રાણીપાએ ગ્રામજનોને આહ્વાન આપ્યું હતું. આ તકે મામલતદાર શ્રી ભાણજીભાઈ કણજરીયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી વિરલદાન ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલ, જુનિયર નિરીક્ષક આશિષભાઈ પટેલ, સરપંચશ્રી વિનુભાઈ જમોડ તથા જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરના કાનપર ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”માં સહભાગી થતાં અન્ન અનેનાગરિક પુરવઠા વિભાગના મદદનીશ નિયામક ડી.એ. રાણીપા

Recent Comments