ભાવનગર

ભાવનગરના કાપડના શોરૂમમાં દારૂડિયાએ અપશબ્દો બોલી તોડફોડ કરી

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા ઝુડિયા નામના કાપડના શો રૂમમાં અરસમાં શર્ટ પહેર્યાં વિના એક શખ્સે ઘુસી ચોકીદારે અપશબ્દો કહી શો-રૂમમાં તોડફોડ મચાવી બેફામ વાણીવિલાસ કર્યો હતો. મહિલા કર્મચારી અને ગ્રાહકોની હાજરીમાં અપશબ્દો બોલી તથા આવું વર્તન કરતા મહિલાઓમાં ભય ફેલાયો હતો. જ્યારે સ્ટાફના અન્ય માણસો તથા આજુબાજુમાંથી લોકોએ આવી તેને અટકાવેલ અને પોલીસને જાણ કરતા પોલીસવાન આવી આ શખ્સને એ ડિવિઝન પોલીસ મથકમાં લઈ ગઈ હતી જ્યારે તેની સાથે આવેલો એક શખ્સ ભાગી ગયો હતો જ્યારે બીજી તરફ પોલીસ મથકમાં આ મામલે પુછતા આવો કોઈ બનાવ જ બન્યો નથી તેવો પોલીસ તંત્ર તરફથી જવાબ મળેલ છે જ્યારે એ.એસ.પીએ આ બનાવમાં જે છાપવુ હોય તે છાપો તેમ જણાવેલ છે. ચેમ્બરના આગેવાનો એ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે શહેરમાં વેપારીઓ ર્નિભય બની વેપાર-ધંધા કરશે તો જ આ શહેરનો વિકાસ થશે.ભાવનગરના વાઘાવાડી રોડ પર એક કંપનીના શોરૂમમાં ધોળે દિવસે શર્ટ પહેર્યા વગર નશાની હાલતમાં ઘૂસી આવેલા એક શખ્શે તોડફોડ કરી ભય નું વાતાવરણ ફેલાવી દીધું હતુંહવાઘાવાડી રોડ પર આવેલા કપડાંના શો રૂમમાં શર્ટ પહેર્યાં વિના એક દારૂડિયા ઘુસી તોડફોડ કરી હતી. તાજેતરમાં જ બનેલા અપહરણના બનાવ બાદ આવો બનાવ બન્યો છે. જેનાથી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે.

Related Posts