ભાવનગર

ભાવનગરના ઘોઘામાં ગેરકાયદે રેતી ખનન કરતાં એકમો પરથી ૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાખણકા ગામની સીમમાં ગેરકાયદે ધમધમતા ખનીજ ચોરીના અડ્ડાઓ પર પ્રાંત અધિકારી સાથે ખાણ-ખનીજ વિભાગે મળી સંયુક્ત કામગીરી હાથ ધરતા ખનીજ ચોરો વાહનો-સાધનો જૈસે થે છોડી ફરાર થઈ જતાં તંત્ર એ ૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદાનું અમોઘ શસ્ત્ર ઉઠાવ્યું છે. ભાવનગર જિલ્લાના તળાજા, પાલીતાણા, ઘોઘા, વલ્લભીપુર સહિતના તાલુકાઓમાં વર્ષોથી ખનીજ ચોરીનું દુષણ અસ્તિત્વ ધરાવે છે ખનીજ ચોરો પલ સરકારની રહેમ દષ્ટિ અને કાયદાની છટકબારીને પગલે પ્રકૃતિને હોડમાં મૂકી રૂપિયા રળી લેવાની આંધળી દૌટ મુકતાં ખનીજ ચોરોનો વાળ પણ વાંકો થતો નથી

ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાખણકા થળસર ખડસલીયા તથા તળાજા તાલુકાના ખદરપર સહિતના ગામડાઓમાં આવેલ નદી નેરાઓમા ખનીજ માફીયાઓ રાત દિવસ જાેયા વિના બેખૌફ બનીને કિંમતી ખનીજાે કાઢી સરકારી તિજાેરીને નુકશાન પહોંચાડવા વર્ષોથી મથે છે, ભાવનગર પ્રાંત અધિકારી તથા ખાણ-ખનીજ વિભાગની ટીમને મળતા બંને વિભાગે સંયુક્ત કામગીરી હાથ ધરી અલગ અલગ ટીમો સાથે ખનીજચોરો પર ત્રાટકી હતી આ દરોડા ને પગલે ખનીજ માફીયાઓ તથા મજૂરો ઘટના સ્થળેથી નાસી છુટ્યા હતાં પરંતુ ટીમે લાખણકાના સાત ખદરપરના અનેવએક લોકેશન મળી કુલ આઠ લોકેશન પરથી એક જેસીબી, એક ટ્રેક્ટર, ચારણાઓ સહિત કુલ રૂ.૫૫ લાખથી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી સીલ કરી ઘોઘા પોલીસ સ્ટેશનમાં મુકાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી,

Related Posts