ભાવનગરના તળાજાની નદીમાં ૪ વ્યકિતઓ પાણીમાં તણાતા મૃત્યું પામ્યા
ભાવનગરના તળાજામાં ચાર વ્યક્તિઓ તણાતા હાહાકાર મચ્યો છે. એક મહિલા સહિત ચાર લોકો નદીના પાણીમાં તણાઈ ગયા હતા. તેમા ત્રણ લોકોને આબાદ બચાવ થયો હતો. ભાવનગરના તળાજામાં ચાર વ્યક્તિઓ તણાતા હાહાકાર મચ્યો છે. એક મહિલા સહિત ચાર લોકો નદીના પાણીમાં તણાઈ ગયા હતા. તેમા ત્રણ લોકોને આબાદ બચાવ થયો હતો. જ્યારે મહિલા તણાઈ ગઈ હતી. આ બનાવના પગલે મામલતદાર અને પોલીસ અધિકારી તથા ફાયરબ્રિગેડને કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જૂની કામરોલની નદી માં છોટા ઉદેપુરના લોકો ડૂબ્યા હતા. મહિલા તણાતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મહિલા લાપતા બનતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
પોલીસ અધિકારી અને મામલતદાર ફાયર ફાઇટર વિભાગ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. પાણીના પ્રવાહમાં મહિલા લાપતા બની છે. ઉલ્લેખનીય છે કે હજી થોડા દિવસ પહેલાં જ ભાવનગરમાં રાત્રે મુસાફરોથી ભરેલ એક બસ નાળામાં ખાબકી. બસના મુસાફરોએ બચવા માટે બારીના કાચ તોડી બહાર નીકળ્યા. રાત્રે અંદાજે ૯ વાગ્યાની આસપાસ મહાદેવના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસ ભાવનગરના માર્ગ પરથી પસાર થતી હતી. ત્યારે કોળીચોક ગામના પાદરમાંથી બેઠા પુર પરથી બસ પસાર થતી હતી ત્યારે પૂરના પાણીમાં ફસાઈ ગઈ. ભાવગનગરમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પૂરના પાણી માર્ગો પર પણ ફરી વળ્યા.
જેના કારણે પરપ્રાતિંય મુસાફરોથી ભરેલ બસ કોળીચાક ગામના પાદરમાંથી એક પુલ પરથી પસાર થતી હતી ત્યારે પૂરના પ્રવાહમાં બસ તણાઈ અને પુલના એક છેડે ફસાઈને અટકી. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક વહીવટીતંત્ર દ્વારા મુસાફરોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી અને તમામ મુસાફરોને બચાવવામાં સફળતા મળી છે. તમિલનાડુ પાસિંગની બસ ભાવનગર શહેરથી આશરે ૨૪ કિ.મી.ના અંતરે આવેલા નિષ્કલંક મહાદેવના મંદિરના દર્શન કરવા આવ્યા હતા. પૌરાણિક નિષ્કલંક મહાદેવનું મંદિર દેશભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને દક્ષિણ ભારતના લોકો ભગવાન શિવની આરાધના કરતા હોય છે. ભાવનગરમાં બસમાં ફસાયેલ પરપ્રાંતિય કેટલાક દર્શનાર્થીઓ નિષ્કંલક મહાદેવ મંદિરના દર્શન કરી પરત ફરતા હતા ત્યારે આ બનાવ બન્યો. ભારે વરસાદના કારણે નદીઓનું જળસ્તર વધતા બસ જ્યારે બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે નાળામાં ખાબકી અને એક છેડે ફસાઈ ગઈ. આ બસમાં ૨૫થી વધુ મુસાફરો સવાર હતા.
Recent Comments