fbpx
ભાવનગર

ભાવનગરના તળાજા ખાતે સરતાનપર જોળ પ્રાથમિક શાળા દ્વારા ‘મતદાન જાગૃતિ રેલી’ યોજાઇ

અવસર લોકશાહીના અભિયાન અંતર્ગત ગુજરાતમાં ઠેર ઠેર મતદાન જાગૃતિના કાર્યક્રમ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગરમાં પણ તળાજા ખાતે સરતાનપર જોળ પ્રાથમિક શાળા દ્વારા ‘મતદાન જાગૃતિ રેલી’નું આયોજન કરવામાં આવ્યુ હતું. જાગૃતિ અભિયાન દ્વારા અનેક લોકોને ૧ ડિસેમ્બરના રોજ થનાર ચૂંટણીમાં મત આપવા માટે મતદાન વિષે આપવામાં આવી રહી છે.

તળાજાનાં સરતાનપર જોળ પ્રાથમિક શાળાના બાળકો, જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક મહેશભાઈ પરમાર તેમજ બી.એલ.ઓ દ્વારા ‘મતદાન જાગૃતિ રેલી’ અંતર્ગત સરતાનપર ગામના વિવિધ વિસ્તારોમાં લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. ‘ચાલો સૌ મતદાન કરીએ’, ‘યુવાન છીએ જવાબદાર છીએ’ અને ‘મારો મત મારી જવાબદારી’ જેવા અનેક સૂત્રોનો પ્રચાર આ રેલીના દ્વારા સરતાનપર ગામના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts