આઝાકી કા અમૃત મહોત્સવના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દભાઇ મોદીના આહ્વાન પર ભાવનગર ખાતે ૭૫ સરોવરોનું નિર્માણ થવાનું છે.જેમાંથી અમૂક સરોવરો બની ગયાં છે અને ચાલું વર્ષના વરસાદને કારણે પાણીથી છલકાઇ રહ્યાં છે. આ દ્રશ્ય જોતાં જ આંખોને ઠંડક મળે તેવો નજારો આ તળાવની પારે જઇએ ત્યારે જોવાં મળે છે.
આ સરોવરો ખાતે આ વર્ષે ૧૫ મી ઓગષ્ટની પણ ઉજવણી થનાર છે. ત્યારે ત્યાં ચાલી રહેલાં વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવાં માટે આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવાએ આજે નર્મદ, રૂવા અને કાળા તળાવ ગામમાં ચાલી રહેલાં અમૃત સરોવરની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગામ લોકો સાથે ચર્ચા કરીને તેમના સૂચનો માંગ્યાં હતાં. તેમણે ઉપસ્થિત અધિકારીઓને તળાવના બ્યુટીફિકેશન માટે જરૂરી સૂચનો પણ કર્યા હતાં.
Recent Comments