ભાવનગર

ભાવનગરના નવાગામ (કરદેજ) ખાતે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત ૫૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર

પ્રધાનમંત્રીશ્રીની અપીલ અન્વયે ‘એક પેડ મા કે નામ’ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત ભાવનગર તાલુકા વિસ્તારને હરિયાળો અને સુંદર બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી. એચ. સોલંકીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ ગામો ગામ આયોજિત કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આવો એક કાર્યક્રમ નવાગામ (કરદેજ), ખાતે યોજાઇ ગયો. ‘એક પેડ મા કે નામ’ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ૫૦૦ થી વધુ ફળાવ અને પક્ષીઓના આશ્રય માટે ઉપયોગી વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી. એચ. સોલંકી દ્વારા ગ્રામજનો અને પંખી પ્રેમી ગ્રુપના અભિગમને બિરદાવવામાં આવ્યો હતો.

આ તકે તાલુકા વિકાસ અધીકારીશ્રી પિયુષભાઈ રાવત, જિલ્લા પંચાયતના સભ્યશ્રી બળદેવભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના આગેવાનશ્રી પ્રદીપભાઈ રાઠોડ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી ભુપતભાઈ ડાભી, તાલુકા આગેવાનશ્રી કુલદીપસિંહ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી જીતુભાઈ સાંગા, શ્રી મનજીભાઈ મકવાણા, શ્રી વાલાભાઈ ડાંગર, શ્રી પરેશભાઈ મેર, શ્રી અજયભાઈ સોડવદરા સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળ બનાવવા વિસ્તરણ અધિકારીશ્રી કલ્પેશભાઈ ભટ્ટ, તલાટી મંત્રીશ્રી વી. બી. દવે અને વહીવટદારશ્રી આનંદભાઈ ખાસિયા એ જહેમત ઉઠાવી હતી. આ આયોજન કરદેજ અને નવાગામ ગ્રામ પંચાયતના સહયોગથી પંખી પ્રેમી ગ્રુપના સભ્યો શ્રી મનોજભાઈ અને મિત્રોએ કર્યું હતું.

Related Posts