fbpx
ભાવનગર

ભાવનગરના નારી સામુહિક કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી પખવાડિયા નિમિત્તે કેમ્પ યોજાયો

સામુહિક કેન્દ્ર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અધેલાઈ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં 11 પુરુષોની નસબંધી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીતુભાઈ પરમાર, સુપરવાઇઝર અનિલભાઈ પંડિત, લીલાબેન પરમાર, મેડિકલ ઓફિસર ડો. મનીષકુમાર ભોજ, સુપરવાઇઝર લક્ષ્મીબેન ગોહિલ, મનોજભાઈ રાવળ તથા આરોગ્યના કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં તમામ ઓપરેશન ડો. બી પી બોરીચા દ્વારા કરવામાં આવ્યા હતા. કેમ્પમાં જિલ્લા આરસીએચ અધિકારી ડો. કોકીલાબેન પરમાર, ડો મનસ્વીની માલવીયા, અમિતભાઈ રાજગુરુ હિરેનભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હત આ કેમ્પને સફળ બનાવવા ઓપરેશનના કેસને પ્રોત્સાહિત કરવા બદલ આરોગ્ય કર્મચારીને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. કેમ્પને સફળ બનાવવા કપિલભાઈ ગોહિલ, તુષારભાઈ ધાંધલીયા, નરેન્દ્રભાઈ ચૌહાણ સહિતના આરોગ્ય સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts