ભાવનગર

ભાવનગરના પાનવાડી ખાતે ભરતીમેળો યોજાયો : ૬૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી

આજરોજ ભાવનગરની મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી દ્વારા ડૉ. આંબેડકર ભવન, એસ.ટી બસ સ્ટેન્‍ડ પાસે, પાનવાડી ખાતે ભરતીમેળોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાનગીક્ષેત્રના અગ્રગણ્ય ૦૪ નોકરીદાતા દ્વારા વિવિધ પોસ્ટ માટે વેકેન્સી નોંધાવેલ જે માટે ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ડિપ્લોમા, સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ ભરતીમેળામા ૬૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts