ભાવનગરના પાલિતાણામાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતી યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની
સુરક્ષિત ગુજરાતમાં ક્યાંય યુવતીઓ સુરક્ષિત દેખાઈ નથી. ભાવનગરના પાલિતાણામાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સુરક્ષિત ગુજરાતમાં ક્યાંય યુવતીઓ સુરક્ષિત દેખાઈ નથી. દિનપ્રતિદિન દુ્ષ્કર્મના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, આવી ઘટના બાદ માતાપિતાનું, પ્રિયજનનું કાળજું કંપી ઉઠે છે. ત્યારે ભાવનગર જીલ્લામાં પાલિતાણામાં યુવતી સાથે અણગમતી ઘટના બનતા ચકચાર મચી ગઈ છે.
લગ્નપ્રસંગમાંથી પરત ફરતી યુવતીનું અપહરણ કરી ગૌરવ જીતુભાઇ પરમાર નામના શખ્સે દુષ્કર્મ આચર્યુ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ કરાઇ છે. પાલિતાણા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે પાલિતાણામાં યુવતીને સમઢીયાળાના બસ સ્ટેશને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ સિડસરના યુવાને ૧૬ વર્ષની યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતો હતો. યુવતીના કુટુંબે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. યુવક સામે પોક્સોનો ગુનો નોંધાયો હોવાથી તેની સામે આકરી કાર્યવાહી થઈ શકે છે. આ પહેલા ભાવનગરમાં ઘોઘામાં બનેલા બનાવમાં પડવા ગામમાં એક શખ્સે નવ વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેના કેસમાં કોર્ટે છેવટે આરોપી અજયસિંહ ગોહિલને પોક્સો હેઠળ દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
Recent Comments