ભાવનગર જિલ્લાના બગદાણા જેસર રોડ ઉપર શ્રમિકોને લઈ અને જઈ રહેલ બોલેરો પીકઅપ પલટી ખાઈ જતા શ્રમિકોને નાની મોટી ઇજા થતા તેમને સારવાર અર્થે બગદાણા સહિતના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે બગદાણા અને ખૂટવડા પોલીસ કાફલો દોડી ગયા હતા. અકસ્માતની આ ઘટના અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ બગદાણાના રોડ ઉપર શ્રમિકોને લઈને જઈ રહેલ બોલેરો પીકઅપ કોઈ કારણોસર પલટી ખાઈ જતા બોલેરોમાં જઈ રહેલા શ્રમિકોને નાની મોટી ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા સ્થાનિકો બનાવ સ્થળે દોડી જઈ બચાવ કાર્યમાં લાગ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા બગદાણા વિસ્તારની ત્રણ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે બગદાણા સામૂહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગરના બગદાણા-જેસર રોડ પર બોલેરો પીકઅપ પલટ્યો, ઇજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલ

Recent Comments