ભાવનગરના મહુવાના તરેડ નજીક ડૂંગળી ભરેલું ‘ટ્રેક્ટર વીજ પોલ સાથે અથડાયું
ભાવનગર જિલ્લાના મહુવાના તરેડ નજીક ટ્રેક્ટર વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા ડૂંગળી ભરેલ લારી પલટી ખાઈ જતાં ખારી ગામના મનુભાઈ ભોપાભાઈ ગોહિલ ઉંમર ને ગંભીર ઇજા થતા ઈજાગ્રસ્તને તાકીદે મહુવા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ટ્રેક્ટરની લારી પલટી જતા ડૂંગળીનો માલ રસ્તામાં વેરાઈ ગયો હતો.
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ખારી ગામના મનુભાઈ ભોપાભાઈ ગોહિલ ઉ.વ ૩૮ વાડીએથી મહુવા માર્કેટ યાર્ડમાં ટ્રેક્ટર લઈ ડૂંગળી વેચવા જતા હતા ત્યારે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા નજીકના વીજ થાંભલા સાથે અથડાઈને લારી પલટી ખાઈ ગઈ હતી. જેમાં મનુભાઈને ઈજા પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ તેમની સ્થિતિ ભયમુક્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.
Recent Comments