ભાવનગરના માલતીબહેન અભણ હોવા છતાં અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ) થી રાશન મેળવી શકશે
ભાવનગરમાં આજરોજ ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ) કરચલિયાપરા ખાતે લગાવવામાં આવ્યું ત્યારે ત્યાં ઉપસ્થિર લાભાર્થીઓએ અન્નપૂર્તિ મશીનની મદદથી રાશન મેળવ્યું હતું અને પ્રતિભાવો પણ આપ્યા હતા. આ તકે ભાવનગરના રહેવાસી શ્રીમતિ માલતી બહેનએ જણાવ્યું હતું કે અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ) ની મદદથી રાશન મેળવવું ખૂબ જ સરળ છે તેઓ અભણ છે છતાં અન્નપૂર્તિ મશીન નો ઉપયોગ સરળતાથી કરી શકે છે ત્યારે તેઓનું પરિવાર મજૂરી કરતું હોઈ એમને દિવસ પાડીને રાશન લેવા માટે લાઇનમાં ઊભા રહેવું પડતું હતું એ બાબતથી હવે છુટકારો મળશે.
Recent Comments