ભાવનગરના મોતીબાગ ખાતે યોજાયેલ ‘વિકાસ સપ્તાહ’ કાર્યક્રમમાં માહિતી ખાતાની પુસ્તકનું વિતરણ
ભાવનગરના મોતીબાગ ખાતે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ શ્રી નરેન્દ્રભાઈ મોદીના ’23 વર્ષ સફળ, સબળ અને સમર્થ નેતૃત્ત્વના’ પુસ્તકનું વિતરણ ભાવનગર જિલ્લા માહિતી કચેરીના અધિકારીશ્રી અને કર્મચારી દ્વારા કરવામાં આવ્યું હતું.
Recent Comments