ભાવનગરના યુવાઓમાં વેકસીનેશનને લઈને અનેરો ઉત્સાહ
રાજ્ય સરકાર દ્વારા ગત તા.૧લી મે થી રાજ્યના ૧૮ થી ૪૪ વર્ષની ઉંમરના દરેક યુવાઓને વેક્સિન આપવા અંગેની જાહેરાત કરી હતી. જેને લઇને ભાવનગર શહેરના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૧૮ થી ૪૪ વર્ષના યુવાનો ખૂબ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.
તેમજ એપોઇન્ટમેન્ટમુજબ વેક્સિન લઇ પોતાને પોતાની જાતને તેમજ પોતાના પરિવારને કોરોનાથી સુરક્ષિત કરી રહ્યા છે. યુવાનો રાજ્ય સરકારની ઓનલાઈન રજીસ્ટ્રેશન પદ્ધતિથી ખૂબ જ સંતુષ્ટ જોવા મળ્યા હતા તો બીજી તરફ વેક્સિન લઈ વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા અપીલ પણ કરી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા અપાયેલ સુચના અને જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ ૧૦ કેન્દ્રો ખાતે ૧૮ થી ૪૪ વર્ષના યુવાનો માટે વેકિસનેશની સુવિધા ઉભી કરવામાં આવી છે. રજીસ્ટ્રેશનથી લઇ વેક્સિનેશન સુધીની સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવાઈ છે. જેથી વધુમાં વધુ યુવાનો આ સુવિધાનો લાભ લઇ પોતાને કોરોના સામે સુરક્ષિત કરી રહ્યા છે.
ભાવનગર શહેરમાં છેલ્લા ૬ દિવસમાં વિવિધ ૧૦ સેન્ટરો ખાતેથી કુલ ૭૦૭૯ યુવાનોએ વેક્સિન લીધી છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકા પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે ૬૨૧, સંત પ્રભારામ હોલ- સિંધુનગર ખાતે ૭૩૭, આઇ.એમ.એ હોલ- ભીલવાડા ખાતે ૭૫૪, આનંદનગર શાળા નં.૧૭ ખાતે ૬૦૨, કાળીયાબીડ યુ.પી.એચ.સી. ખાતે ૭૫૨, કુંભારવાડા યુ.પી.એચ.સી. ખાતે ૭૧૨, સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ- વડવા-અ ખાતે ૭૪૨, શિવાજી સર્કલ યુ.પી.એચ.સી ખાતે ૭૩૦, સુભાષનગર સી.એચ.સી-રૂવા ખાતે ૬૮૮ અને રોટરી ક્લબ ખાતે ૭૪૧ યુવાનોએ વેક્સિન લઇ પોતાની જાતને કોરોના સામે સુરક્ષીત કરી હતી
Recent Comments