ભાવનગરના રક્ષા શુક્લના કાવ્યસંગ્રહ ‘અટ્ટણની ઓલીપા’નો વિમોચન સમારોહ
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આગામી વિશ્વમાતૃભાષા દિને સમગ્ર ગુજરાતમાં ૫૧ કાર્યક્રમો યોજાશે. જેમાં ૩૫૦ થી વધુ સર્જકો સામેલ થશે. જેમાં કવિસંમેલન, વક્તવ્ય, વિમોચન, વાચિકમ, સંગીત, નાટક ઈત્યાદિ વિધાઓ દ્વારા માતૃભાષાની વંદના થશે.
ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત તા.૨૧–૨–૨૦૨૨, સોમવારના રોજ સાંજે ૬.૩૦ કલાકે મેડિકલ એસોસિએશન હોલ ખાતે ‘માતૃભાષા મહોત્સવ’ યોજાશે. જેમાં જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના કાવ્યસંગ્રહ ‘અટ્ટણની ઓલીપા’નું વિમોચન થશે. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, વિખ્યાત વક્તા જય વસાવડા અને સુખ્યાત શાયર અંકિત ત્રિવેદી વક્તવ્ય આપશે. અતિથિવિશેષ મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ રહેશે. સંચાલન હરદ્વાર ગોસ્વામી કરશે. આ કાર્યક્રમમાં પધારવા સાહિત્યરસિકોને સાદર નિમંત્રણ છે.
Recent Comments