ભાવનગરના રક્ષા શુક્લનું પુસ્તક ‘ભારતની ૭૫ શ્રેષ્ઠ મહિલાઓ’નો વિમોચન સમારોહ યોજાઈ ગયો
ભાવનગરના રક્ષા શુક્લનું પુસ્તક ‘ભારતની ૭૫ શ્રેષ્ઠ મહિલાઓ’નો
વિમોચન સમારોહ યોજાઈ ગયો
ગુજરાત સાહિત્ય અકાદમી અને પરિચય ટ્રસ્ટ આયોજિત રક્ષા શુક્લ લિખિત ‘ભારતની ૭૫ શ્રેષ્ઠ મહિલાઓ’ પુસ્તકનો વિમોચન સમારોહ તા.૨૬, નવેમ્બર ૨૦૨૧ના રોજ નવજીવન ટ્રસ્ટ ખાતે યોજાઈ ગયો. ગુજરાત સરકારના આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રક્ષા શુકલ લિખિત આ પુસ્તક વિશે વાત કરતા અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે કહ્યું કે “આ પુસ્તક નોખી નારીશક્તિને ઉજાગર કરે છે અને સાથે સાથે ભારતની ભવ્ય ભાતીગળ સંસ્કૃતિનો જયકાર કરે છે”.
આ ઐતિહાસિક પુસ્તકનું વિમોચન સુપ્રસિદ્ધ સિતારવાદક વિદૂષી મંજુ મહેતાએ જણાવ્યું હતું કે “રક્ષા શુક્લનું આ એક અનોખું અને અદભુત કાર્ય છે જે સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગી થાય તેવું છે”. જાણીતા લેખક રાજ ભાસ્કરની વિશેષ ઉપસ્થિતિ હતી. કાર્યક્રમનું સંચાલન સ્નેહલ મુઝુમદાર કર્યું હતું.
Recent Comments