ભાવનગર નારી ગામ પાસે આવેલ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ના માર્ગદર્શન હેઠળ તા. ૪ થી તા. ૧૦ ઓક્ટોબર દરમિયાન ‘વર્લ્ડ સ્પેસ વિક’ની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
1999 માં, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ જાહેર કર્યા પ્રમાણે વર્લ્ડ સ્પેસ વીક (WSW) એ વિજ્ઞાન અને ટેક્નોલોજીની આંતરરાષ્ટ્રીય ઉજવણી છે. ‘વર્લ્ડ સ્પેસ વિક’ દરમ્યાન સતત એક સપ્તાહ સુધી રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓને સ્પેસ ટેક્નોલોજી રિલેટેડ ડોક્યુંમેંટરી દર્શાવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના આયોજન સાથે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.
પ્રથમ દિવસે કાર્યક્રમમાં ડાયરેક્ટર, એસ.એ.સી, ઈસરોએ લાઈવ સ્ટ્રીમ કરેલ શ્રી. નિલેશ એમ. દેસાઈનું પ્રવચન નિહાળ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે વિદ્યાર્થીઓ માટે સ્પેસ ઓરીગામી તથા સ્કાય ગેઝીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. ત્રીજે દિવસે ગુજકોસ્ટ દ્વારા ‘સ્પેસ એન્ડ એગ્રીકલ્ચર’ થીમ પર વિશેષ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં SAC ISROના વૈજ્ઞાનિકો ડૉ. રોઝલિન ત્રિપાઠી, ચિફ સાયન્ટિસ અને શ્રી અયાન દાસ, યુવા સાયન્ટિસ દ્વારા પૃથ્વીની અને અવકાશની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.
વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણીના અંતર્ગત એક મોડેલ રોકેટરી સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. છેલ્લા દિવસે સ્પેસ પેપર ક્રાફ્ટ એક્ટિવિટીનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાન 3 પેપર ક્રાફ્ટ મોડલ તૈયાર કરી સ્પેસ ડ્રોઇંગ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો.
ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલ ‘વર્લ્ડ સ્પેસ વિક’ દરમિયાન આશરે 1000 વિદ્યાર્થીઓએ તથા મુલાકાતીઓએ ભાગ લીધો હતો.



















Recent Comments