રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ – ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી – ભાવનગર – નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – ભાવનગર તથા રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર સંયુક્ત ઉપક્રમે ૧૮-૨૦ ડિસેમ્બરન ના રોજ ત્રણ દિવસીય ‘બાળવૈજ્ઞાનિક પ્રદર્શન’ એટલે ‘વિજ્ઞાન મેળા’ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં દરેક જિલ્લાના વિદ્યાર્થીઓ “સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” વિષય પર કૃતિઓ રજુ કરશે. આ ‘બાળવૈજ્ઞાનિક પ્રદર્શન’ એટલે ‘વિજ્ઞાન મેળા’ નુ ઉદઘાટન શ્રી ભરતભાઈ એમ. બારડ મેયરશ્રી, ભાવનગર કોર્પો. ના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ શ્રી રૈયાબેન મુળજીભાઇ મિયાણી પ્રમુખશ્રી, જિ.પં. ભાવનગર પણ ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિ વિશેષ તરીકે શ્રી રૈયાબેન મુળજીભાઇ મિયાણી પ્રમુખશ્રી, જિ.પં. ભાવનગર – શ્રી પૂર્ણાબા નીતુભા સરવૈયા ચેરપર્સનશ્રી, જિ.પં.શિ.સમિતિ, ભાવનગર, ડૉ. શિશિર ત્રિવેદી ચેરમેનશ્રી, ન.પ્રા.શિ.સમિતિ, ભાવનગર , રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ . ગિરિશ ગૌસ્વામી, શ્રી રાજદિપસિંહ જેઠવા
ડે.ચેરમેનશ્રી,ન.પ્રા.શિ.સમિતિ,ભાવનગર જેવા મહાનુભાવો હાજરી આપી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા મહેમાનો દ્વારા ઓડિટોરિયમમાં દીપ પ્રાગટય કરી અને વૈજ્ઞાનિક ઢબે વિજ્ઞાન મેળો ખુલ્લો મુકવામાં આવ્યો. મેયરશ્રી ઉદ્ઘાટન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે બાળકોને એક્સપેરિએન્શિઅલ લર્નિંગ નું મહત્વ સમજાવ્યું હતું. આ સાથે અન્ય મહાનુભાવો એ વિદ્યાર્થીઓ ને સંબોધતા એ પણ જણાવ્યું હતું કે આ રીતના આયોજન થકી વિદ્યાર્થીઓને પોતાની કળાને ખીલવવા માટેની તક સાંપડે છે.
વિજ્ઞાન મેળાના દ્વારા જટિલ એવા વિષય તેના નિયમો, સિદ્ધાંતોને રમતા રમતા સમજી, શીખી, જાણી અને માણી શકાય છે. વિજ્ઞાન મેળાનો મુખ્ય વિષય “સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” હતો તેમજ તેમાં અન્ય પાંચ પેટા વિભાગો પૈકી અનુક્રમે સ્વાસ્થ્ય, જીવન- પર્યાવરણને અનુરૂપ જીવન શૈલી, કૃષિ ખેતી, પ્રત્યાયન અને વાહન વ્યવહાર,ગણનાત્મક ચિંતન – કમપ્યુટર ઉપયોગ સલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ દ્વારા માર્ગદર્શક વિષયના પરિઘમાં રહી શ્રેષ્ઠ કૃતિઓ તેમજ બેનર ચાર્ટ દ્વારા રજૂ કરવામાં આવશે.આ સાથે વિવિધ પ્રવુતિઓનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાયન્ટિફિક ફિલ્મ શો તથા હેન્ડસ ઓનએકટીવિટી, ડુ ઈટ યોર સેલ્ફ કીટ, આકાશ દર્શન, કેમ્પ ફાયર અને સાંસ્કૃતિક કાર્યક્રમ નો સમાવેશ થાય છે. જેમાં
પ્રદશન નિહાળવાનો તથા વિવિધ પ્રવુતિઓમા ભાગ લેવાનો લાભ વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓ દરેક લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા માર્ગદર્શક વિષયના પરિઘમાં રહી શ્રેષ્ઠ કૃતિઓ તેમજ બેનર ચાર્ટ દ્વારા રજૂ કરવામાં આવશે. જેમાં આ પ્રદર્શન દરમિયાન કુલ 90 (55 પ્રાથમિક અને 35 માધ્યમિક) પ્રોજેક્ટ/ઇનોવેશન્સ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના કુલ 55 શિક્ષકો અને 110 બાળ વૈજ્ઞાનિકો અને માધ્યમિક શાળાના 35 શિક્ષકો અને
70 બાળ વૈજ્ઞાનિકો ભાગ લેશે.આ ત્રણ દિવસમાં અંદાજે 100 શાળાઓના કુલ 300 શિક્ષકો અને 4000 વિદ્યાર્થીઓ આ પ્રદર્શન માટે RSC
ભાવનગરની મુલાકાત લેવા આવશે.
Recent Comments