ભાવનગરના વેપારી સાથે ટ્રેડિંગના નામે ૧૮ લાખની થઈ ઠગાઇ
ભાવનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વેપારી સાથે ૧૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. વેપારી ને લાલચ બતાવી છેતરપિંડી કરવામાં આવી છે. વધુ કમાણી કરવાની લ્હાયમાં વેપારી એ શેરબજારમાં રોકાણ કર્યું અને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો. ભાવનગરના વેપારી સાથે ૧૮ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ. વેપારી વધુ કમાણી કરવાની લ્હાયમાં શેરબજારમાં રોકાણ કર્યું અને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો.
શેરબજારમાં રોકાણના બહાને વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી. ભાવનગરના ઘોઘાના લાકડીયા ગામના વેપારી ટ્રેડિંગના નામે ફસાતા લાખો રૂપિયા ગુમાવ્યા. ઘોઘાના વેપારીને એક શખ્સે વધુ કમાણીની લાલચ આપી વોટ્સએપથી શેરબજાર ટ્રેડિગનું કહ્યુ હતું. આ ગઠિયાએ શેરબજાર ટ્રેડિગના નામે વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરી. જેની વેપારીની જાણ થતા ભાવનગર સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરી. અગાઉ ભાવનગરના પાલિતાણના કાપડના વેપારીને પણ સોનાના વહિવટના બહાને ૧૯ લાખ રૂપિયા આપી છેતરપિંડી આચરી હતી. પાલિતાણા શહેરના રહેવાસી રાજનભાઈ ગુણવંતરાય સંઘવીને સિહોરના ઉખરલા ગામે રહેતા રઘુ ભગાભાઈ બલિયા નામના શખ્સે સોનાનો કમિશન ઉપર ધંધો કરવાની વાત કહી હતી.
Recent Comments