ભાવનગરમાં બેટી બચાવો બેટી પઢાઓ” યોજના (જિલ્લા મહિલા અને બાળ અધિકારશ્રીની કચેરી) અને “પુર્ણા” યોજના (આઈ.સી.ડી.એસ.શાખા) ના સંયુક્ત ઉપક્રમે “સશક્ત દીકરી સુપોષિત ગુજરાત” થીમ આધારિત કિશોરી મેળો શિહોર અને વલ્લ્ભીપુર ખાતે સવારે ૧૦ કલાકે યોજાયો.
ભાવનગર જિલ્લાના શિહોર આઈસી.ડી.એસ. કચેરી ખાતે કિશોરી મેળો જિલ્લા પંચાયતના માન.પ્રમુખ સાહેબશ્રીના અધ્યક્ષ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત સરકારની “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના હેઠળ “વ્હાલી દિકરી” યોજના અંતર્ગત ૧૦ લાભાર્થીઓને સ્થળ પર દિકરી વધામણા કીટ આપવામાં આવી હતી.
કિશોરીઓના જન્મ, શિક્ષણ, સલામતી, સુરક્ષા અને સશક્તિકરણ, વિવિધ યોજનાઓની જાણકારી, આંગણવાડીમાં નિયમિત આવવાના લાભ, ષોપણ, ષોપણ અને આરોગ્ય વિભાગ, ઘરેલુ હિંસા વિશે માહિતગાર કરવા તેમજ દિકરા- દિકરી વચ્ચેના ભેદભાવને દુર કરવા જેવા મુખ્ય વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુમાં “સશક્ત દીકરી સુપોષિત ગુજરાત” કિશોરી મેળામાં“ વિશિષ્ટ પ્રકારના જુદા-જુદા સરકારી વિભાગો દ્રારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિહોર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી મંજુલાબેન રાઠોડ, શિહોર તાલુકા વિકાસ અધિકારીશ્રી નાજમીનબેન દેસાઈ, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી સોનલ બેન પટેલ, બાળ વિકાસ યોજના અધિકારી હેમા બેન દવે, ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ વિમેન (DHEW) ના મિશન કો-ઓર્ડિનેટર સંજય ભાઈ અને અન્ય વિભાગોના કમર્ચારીઓ હાજર રહ્યા હતા.
Recent Comments