ભાવનગર

ભાવનગરના સરિતા વિસ્તારમાં આવેલો પુલ ધરાશાયી, વાહનચાલકોને ભારે હાલાકી

ભાવનગર શહેરના સરિતા વિસ્તારમાં બેઠેલા નાળા પર આવેલ નાનો પુલ તૂટી ગયો છે. બોરતળાવ સરિતાથી આરટીઓ તરફ જવાના રોડ પર આ પુલ આવેલો છે. જેના પર રોજ હજારો લોકો અવર જવર કરતા હોય છે. આ પુલ અનેક ગામોને જાેડે છે. જાે કે પાણીના પ્રવાહના કારણે આ પુલ તૂટી ગયો છે. પુલ તૂટી જતા વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે પુલ જર્જરીત હોવા છતાં તંત્રએ અહીં સમારકામ હાથ ધર્યુ ન હતુ. જેના કારણે પુલ ધરાશાયી થઇ ગયો છે. જાે કે રાત્રિના સમયે પુલ ધરાશાયી થતા અહીં અવર જવર ન હોવાથી જાનહાની ટળી છે.

Related Posts