ભાવનગરના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્રીમતિડો.ભારતીબેન ધીરૂભાઇ શિયાળને આયુષ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. સમિતિનું કાર્ય આયુષ મંત્રાલયને સંશોધન, ઉત્પાદન, સેવાઓ, વૈશ્વિક નિકાસના પ્રોત્સાહન, વગેરે પ્રદાન કરવાનું છે, ડો.શિયાલ આયુર્વેદચાર્ય છે. સ્થાનિક ભાજપ કાર્યકરોએ માનનીય વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ માન.શ્રી જગતપ્રકાશ નડ્ડાજી તેમજ આયુષ રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ યશોનાયકજી અને ગુજરાતની સંવેદનશીલ અને નિર્ણયાક સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપા ના પ્રમુખશ્રી સી.આર.પાર્ટિલજી નો ડો.ભારતીબેન શિયાળની સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમણૂક થવા બદલ આભાર વ્યક્ત કરી શ્રીમતિડૉ.ભારતીબેન શિયાળને ભાવનગર શહેર-જિલ્લા ના ભાજપા ના આગેવાનો અને કાર્યકર્તા દ્વારા હાર્દિક શુભકામના સાથે અભિનંદન પાઠવી ખુબ ખુબ પ્રગતી કરો અને તમામ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી અંત:કરણની શુભેચ્છાઓ પાઠવી
ભાવનગરના સાંસદ તેમજ નવનિયુક્ત રાષ્ટીય ભાજપા ઉપાધ્યક્ષ શ્રીમતિડૉ.ભારતીબેન શિયાળને આયુષ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા

Recent Comments