ભાવનગર

ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહારની આરોગ્ય સેવા અંતર્ગત પહેલી એપ્રિલના રોજ સવારે નવથી સાંજના પાંચ સુધી કોવિડ વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો

ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહાર ની આરોગ્ય સેવા અંતર્ગત પહેલી એપ્રિલના રોજ સવારે નવથી સાંજના પાંચ સુધી કોવિડ વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો …..સંસ્થાના તબીબ ડૉ અરવિંદભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડોક્ટરોએ શહેરના  ૪૦૫ વયસ્ક નાગરિકોને વેક્સિન નો પ્રથમ ડોઝ આપ્યો હતો …..બહેનો અને વિશેષ તહ જાગ્રત નાગરિકોએ આ સેવાનો લાભ લીધો … સંસ્થા આંગણમાં યોજાયેલ સેવાયજ્ઞમાં શીશુવિહાર ના તમામ કાર્યકરોએ પૂર્તિ કાળજી અને ઉત્સાહથી ભાગ લઈને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું …શીશુવિહાર સંસ્થા ને પ્રવર્તમાન સ્થિતિ વચ્ચે સેવાની તક આપવા માટે સંસ્થા ડૉ શક્તિસિંહ ગોહિલનો તથા નગર પાલિકાના આરોગ્ય વિભાગનો આભાર માને છે……

Related Posts